જામનગર નજીક દરેડ વિસ્તારમાં દુકાન ચલાવતા વેપારી પિતા પુત્ર પર હુમલો પાડોશી દુકાનદાર સહિત ચાર સામે ફરિયાદ
- સામાં પક્ષ દ્વારા પણ બાજુની દુકાનના સંચાલક પિતા પુત્ર સહિત ૬ સામે વળતી ફરિયાદ નોંધાવી
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૪ ફેબ્રુઆરી ૨૪ જામનગરમાં નજીક દરેડ વિસ્તારમાં દુકાન ચલાવતા વેપારી પિતા પુત્ર પર કચરો ફેંકવાના પ્રશ્ને બાજુની દુકાન ના સંચાલક સહિતના ચાર શખ્સોએ લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે, જ્યારે સામા પક્ષે પણ હુમલો કરવા અંગે વેપારી પિતા પુત્ર સહિત છ સામે વળતી ફરિયાદ નોંધાવી છે.આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક દરેડમાં મુરલીધર સોસાયટીમાં રહેતા અને દરેડ વિસ્તારમાં દુકાન ચલાવતા કાસમ યુનુસ ભાઈબુઢાણી નામના ૧૮ વર્ષના યુવાને પોતાના ઉપર તેમજ પોતાના પિતા યુનુસભાઈ ઉપર લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કરી ફ્રેક્ચર સહિતની ઈજા પહોંચાડવા અંગે બાજુમાં દુકાન ચલાવતા હાજી જુમાભાઈ બુઢાણી, ઈસ્માઈલ બુઢાણી, અસરફ બુઢાણી અને મોહસીન બુઢાણી સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપી અસરફ અને ફરિયાદીની દુકાન બાજુમાં આવેલી હોવાથી આરીપીએ પોતાની નોનવેજની દુકાનમાંથી કચરો બહાર ફેંક્યો હતો. જેથી ફરિયાદીએ પોતાની દુકાન પાસે નહીં ફેંકવાનું કહેતાં આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.આ ઉપરાંત આરોપી હાજીભાઈ પોતાની દુકાનમાં ગેસ રીફ્લિંગ નું કામ કરતો હોવાથી તેના મજૂરોને કામ પર બોલાવવાના મામલે તકરાર થઈ હતી. સમગ્ર મામલે પંચકોશી બી. ડિવિઝન પોલીસ વધુ તપા ચલાવે છે.