જામનગરની જી.જી હોસ્પિટલમાં એક્સ આર્મીમેનની દાદાગીરીથી તંત્ર – લોકો ત્રસ્ત..

0
2786

જામનગરની જી.જી હોસ્પિટલમાં એક્સ આર્મીમેનની દાદાગીરીથી તંત્ર – લોકો ત્રસ્ત..

નબળા અને લાચાર દર્દીઓ પાસેથી મજબુરીનો લાભ લઇ પરાણે ખિસ્સા ફંફોરી પૈસા કઢાવતા લોકોમાં રોષ..!ફરજ પર નશા સાથે કમરે હથિયાર ટાંગીને આવવું અને ભયનું વાતાવરણ ઉભું કરવું તે હવે રોજીંદી બાબત બની ગઈ છે..!

એક્સ આર્મીમેનની ફરજ પર ગેરવર્તણૂંકની અસંખ્ય ફરિયાદો..

રોગી કલ્યાણ સમિતિ પર મહિને રૂા .15 લાખના ભારણથી પણ તંત્ર મુંઝવણમાં..

જોહૂકમી , દારૂ પીને આવવું , લોકોને ગાળો આપવી ,દાદાગીરી કરવી વગેરેની રાવ સામાન્ય બનતા હવે હોસ્પિટલ તંત્ર પણ અવઢણમાં મુકાયું..

દેશ દેવી ન્યુઝ ૧ર. જામનગરની જી.જી. હોસ્પિટલ સૌરાષ્ટ્રની મોટામાં મોટી હોસ્પિટલ છે . આ હોસ્પિટલ ભારત – પાકિસ્તાન સરહદ પર આવી હોય તેવી રીતે તેના સિક્યુરિટીના વર્તનના કારણે ભારે વિવાદ ઉભો થયો છે . તંત્ર પણ હવે આની ગંભીરતા સમજી ગયું છે.

બીજી બાજુ એક્સ આર્મીમેનની આ સિક્યુરિટી રોગી કલ્યાણ સમિતિ માટે સફેદ હાથી પુરવાર થઈ રહ્યો છે જેનો ખર્ચ મહિને 15 લાખ જેવો થવા પામે છે

જેના કારણે પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે . શહેરમાં આવેલી જામનગર સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ જી જી હોસ્પિટલમાં દરરોજ હજારો લોકોની ઓપીડી હોય છે .

અત્યંત વ્યસ્ત હોસ્પિટલની વ્યવસ્થા માટે 3 જાતની સિક્યુરિટી રાખવામાં આવી છે જેમાં જૂની બિલ્ડીંગમાં પ્રાઈવેટ સિક્યુરિટી તેમજ જીઆઈએફએસની સિક્યુરિટી અને નવા બિલ્ડીંગ કોવિડ હોસ્પિટલ તરીકે ઓળખાય છે..

તેમાં એક્સ આર્મીમેનને રાખવામાં આવ્યા છે . હવે જૂની બિલ્ડીંગમાં કોઈ વાંધો નથી અને બધી કામગીરી સુદૃઢ રીતે ચાલે છે , પરંતુ નવી હોસ્પિટલમાં એક્સ આર્મીમેનના સ્વભાવ અને વર્તનથી લોકો ત્રસ્ત બન્યા છે . આ એક્સ આર્મીમેનો સાથે ગંભીર પ્રકારની ફરિયાદો ઉઠી છે જેમાં તે લોકો સાથે જોહૂકમી , ગેરવર્તન અને દાદાગીરી કરતા જોવા મળે છે તેમજ બધા ભેગા
થઈ લોકોને અપશબ્દો બોલીને માર મારે છે.

આ ઉપરાંત દારૂ પીને નશાની હાલતમાં ફરજ બજાવે છે જે ખૂબજ ગંભીર બાબત છે . આ બાબતે અનેક ફરિયાદો ઉઠતા સત્તાવાળાઓ ચોકી ઉઠ્યા છે અને તેમની સામે હવે પગલાં લેવા મજબૂર બન્યા છે . બીજી બાજુ આ એક્સ આર્મીમેન જેમની સંખ્યા 70 જેટલી છે તેમને પગાર રોગી કલ્યાણ સમિતિ તરફથી ચૂકવવામાં આવે છે જેના વડા કલેક્ટર છે.

જેના માટે મહિને રૂા .15 લાખ જેવો ખર્ચ થવા પામે છે જે પોસાય તેમ નથી અન્ય સિક્યુરિટી જ્યાં આનાથી અડધાથી ઓછા પૈસામાં આવે ત્યારે હોસ્પિટલમાં એક્સ આર્મીમેન રાખી સરહદ જેવું વાતાવરણ બનાવવાનું કોઈ કારણ નથી .