ખાનગી કંપનીમાં કોલસાનો કોન્ટ્રાકટ જબરદસ્તીથી આપવા કર્મચારીને માર માર્યો: માજી મંત્રીના પુત્ર સહિત 8 સામે ફરીયાદ

0
1375

ખાનગી કંપનીમાં કોલસાનો કોન્ટ્રાકટ જબરદસ્તીથી આપવા કર્મચારીને માર માર્યો-ધમકી આપી:

ખંભાળિયાના માજી મંત્રીના પુત્ર સહિતના આઠ શખ્સ સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ખંભાળિયા ૨૬. ખંભાળિયાના માજી મંત્રીના પુત્ર સહિતના આઠ શખ્સોએ ખાનગી કંપનીના કર્મચારીને રસ્તામાં આંતરી ગાળો ભાંડી ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ખાનગી કંપનીના કર્મચારીએ ખંભાળિયા પોલીસમાં માજી મંત્રીના પુત્રસહિત આઠ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે.

ફરિયાદી અધિપ શ્રીકાંત પાઇ (ઉ.વ.46) રહે મુળ રહેણાકમ કર્ણાટક હાલ ખંભાળિયા કલ્યાણ હોટેલ, પોતે સેસા કોક ગુજરાત (વેદાન્તા) કંપનીમાં નોકરી કરે છે. બે દિવસ પુર્વે પોતાની કાર લઇને અન્ય કર્મચારીઓ સાથે ઍનઆરઇ ગોલાઇ પાસેથી કંપનીમાં કામે જઇ રહયા હતા.

ત્યારે દિલીપ ગોરીયા તેની સાથેના સતુભા, મહેન્દ્રસિંહ જેઠવા તેમજ અજાણ્યા પાંચેક શખ્સોઍ મારી કાર આડે કાર રાખી કારને રસ્તામાં રોકી હતી.

તેમજ જયાં સુધી કોલસા પરિવહનનો કોન્ટ્રાકટ નહી આપ ત્યાં સુધી કંપનીમાં કામ કરવા નહી જવા દઉ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે કંપનીના અધિકારીની ફરિયાદી પરથી માજી મંત્રીના પુત્ર દિલીપ ગોરીયા સહિતનીટોળકી સામે આઇપીસી 143, 147, 323, 341, 342, 504, 506 (ર) મુજબ ગુનો નોધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.