જામનગર ખંભાળિયામાં લાંબા સમય બાદ વિજ ચેકિંગ

0
1933

જામનગરના વીજ તંત્ર દ્વારા લાંબા સમય બાદ જામનગર- ખંભાળિયા અને સલાયામાં વિજ ચેકિંગ

  • બન્ને જિલ્લાઓમાં ચેકિંગ દરમિયાન ૪૭ વિજ જોડાણમાંથી રૂપિયા ૬૦.૫૫ લાખની વિજ ચોરી પકડાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૫ જૂન ૨૪, જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી ની જુદી જુદી ચેકિંગ ડ્રાઈવ દ્વારા જામનગર શહેરના અને દરેડ ના કેટલાક વિસ્તારો ઉપરાંત ખંભાળિયા અને સલાયામાં વિજ ચેકિંગ કરવામાં આવ્યું હતું, અને સમગ્ર દિવસ દરમિયાન ૪૭ વિજ જોડાણમાંથી ૬૦.૫૫ લાખ ની વિજ ચોરી પકડી પાડવામાં આવી છે.જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા હાલારના બંને જિલ્લાઓમાં આજે સવારે ૪૨ વિજ ચેકિંગ ટુકડીઓને દોડતી કરવામાં આવી હતી. જેની મદદ માટે ૧૬ એસઆરપીના જવાનો ને જોડવામાં આવ્યા હતા.

જામનગર શહેરમાં સંકર ટેકરી વિસ્તાર, ઉપરાંત દરેડના ઔદ્યોગિક વિસ્તાર અને જામનગર શહેરનો કેટલોક વિસ્તાર, કે જ્યાં આજે વહેલી સવારથી ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું.

આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તાર તેમજ સલાયા વિસ્તારમાં પણ જુદી જુદી ચેકિંગ ટુકડીઓને દોડતી કરવામાં આવી હતી, અને સમગ્ર દિવસ દરમિયાન કુલ ૪૧૭ વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા. જે પૈકી ૪૭ વિજ જોડાણ માં ગેરેરીતિ માલુમ પડી હતી, અને તેઓને ૬૦ લાખ ૫૫ હજાર ના વીજ ચોરીના પુરવણી બિલો આપવામાં આવ્યા છે.