ડ્રાઇવરને ચડાવ્યો ઝાડ પર અને પાવર બંધ ન કર્યોં થયું મોત : મનપાની ગુનાહિત બેદરકારીનો ધડાકો

0
724

એક મહિના પહેલા દિગ્વિજય પ્લોટની ઘટનામાં મનપાની ગુનાહિત બેદરકારી નો ધડાકો.

ઝાડ કાપવા ડ્રાઈવરને ચડાવ્યો અને વીજ પાવર પણ બંધ “ન”  કર્યો.!

સક્ષમ આધકારી કે સૂપરવાઇઝર કામગીરી વેળા એ હાજર ન રહ્યા.!

જે જગ્યાએ ઝાડ કાપવાની કામગીરી ચાલતી હતી  ત્યાં કોઈ ફરિયાદ ન હતી.!

જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ પાસે તારીખ ૨૬-પના રોજ વૃક્ષ ટીમિંગ કરી રહેલા કરણ ડાભી ઉંમર વર્ષ ચાલીસ નામના યુવાનનું 11 kv લાઇનને અડી જતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

આ બનાવ અંગે જામનગર મહાનગરપાલિકાએ હાથ ઉચા કરી દીધા હતા કારણકે કર્મચારી આઉટસોર્સિંગનોં હતો.

હવે પ્રશ્ન એ થાય છે કે ડ્રાઇવર તરીકે ફરજ બજાવતો કરણ ડાભી ને ઝાડ કાપવાનું કામ સોંપાયું હતું જે વીજ લાઈન અડી ગયો હતો તે લાઈન પણ મહાનગર પાલિકાએ બંધ કરાવી ન હતી સાથોસાથ ટીંમિંગની કામગીરી વેળા એ કોઇ સક્ષમ અધિકારી કે સુપરવાઈઝર હાજર ન હતો.

સાથોસાથ પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેરના જણાવ્યા મુજબ લાઇટ બંધ કરવા અંગોની અમોને કોઈ જાણ કરવામાં આવી નથી અને જ્યારે પણ જાણ કરવામાં આવતી હોય ત્યારે અમે એક માણસ આપીએ છીએ પરંતુ બનાવના દિવસે લાઇટ બંધ કરવા અંગેની કોઈ જાણ કરવામાં આવી ન હતી.

આ કોઈ અકસ્માતે બનેલી ઘટના નથી પરંતુ ગુનાહિત બેદરકારી થી બનેલી ઘટના છે.

જે વિસ્તારમાં ઝાડ કાપવાનું કામ ચાલતું હતું ત્યાં ઝાડ કાપવા અંગેની સ્થાનિકોની ફરિયાદ પણ ન હતી.

આ બધી બાબત પરથી ફલિત થાય છે કે ગુનાહિત બેદરકારી થી યુવાનનું મૃત્યુ થયું છે જેના માટે મનપાના સત્તાધીશો જવાબદાર બન્યા હોવાનું ચિત્ર ઉપસ્યું છે.બીજી બાજુ ગત રાત્રે એજન્સી વિરુદ્ધ ગુનો પણ નોંધાઈ ચૂક્યો છે.