જામનગરના બેડીમાં બે પાડોશીઓ વચ્ચે મકાનની દીવાલ તોડવા બાબતે તકરાર

0
4061

જામનગરના બેડી વિસ્તારમાં બે પાડોશીઓ વચ્ચે મકાનની દીવાલ તોડવા બાબતે તકરાર

  • પ્રૌઢ દંપતી અને તેના પુત્ર પર પાડોશી મહિલા સહિતના ચાર આરોપીઓએ હુમલો કર્યાની પોલીસ ફરિયાદ
  • આરોપી : – (૧) શબીર જુસબ ચૌહાણ તથા (૨) ઇકબાલ ઇબ્રાહીમ કકલ તથા (૩) સિકંદર જુસબ ચૌહાણ તથા (૪) શરીફા જુસબ ચૌહાણ રહે.બધા બેડી જામનગર

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૧ માર્ચ ૨૪, જામનગર ના બેડી વિસ્તારમાં રહેતા એક દંપત્તિ અને તેના પુત્ર ઉપર મકાનની દિવાલ તોડવાના પ્રશ્ને પાડોશ માં રહેતા એક મહિલા સહિતના ચાર શખ્સોએ લોખંડ ના પાઇપ, લાકડી- ધોકા વડે હુમલો કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.આ બનાવની વિગત એવી છે કે જામનગરના બેડી નૂરાની ચોક વિસ્તારમાં રહેતા ઝરીનાબેન અબ્બાસ ભાઈ ભડાલા નામના ૫૦ વર્ષના મુસ્લિમ પ્રૌઢ મહિલાએ પોતાના ઉપર તેમજ પોતાના પતિ અબ્બાસભાઈ અને પુત્ર ઉપર લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પાડોશમાં રહેતા સબીર જુસબ ચૌહાણ, ઈકબાલ ઈબ્રાહીમ કકકલ, સિકંદર જુસબ ચૌહાણ, અને શરીફા જુસબ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી છે. જયારે ત્રણેય ઈજાગ્રરસ્તો ને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ છે.

ફરિયાદી જરીનાબેન ની બાજુમાં જ આરોપી શબ્બીરે મકાન ખરીદ્યું હતું, અને તેની જૂની દિવાલ તોડી રહ્યા હતા. જે દિવાલ ઝરીનાબેન ને નડતી હોવાથી તેઓને ના પાડતાં બંને પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો, અને આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.બેડી મરીન પોલીસે IPC કલમ-૩૨૪,૫૦૪,૫૦૬(૨) તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫(૧) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.