જામનગરનો દિપક શાહ સિંગચમાં તબીબી પ્રેક્ટીસ કરતો ઝડપાયો

0
3680

લાલપુરના સીંગચમાંથી ઝડપાયો ‘મુન્નાભાઇ એમ.બી.બી.એસ.’

  • એક વર્ષ પહેલા દેશ દેવી ન્યુઝે બોગસ ડોક્ટર પ્રેક્ટિસ કરતો હોવાનો અંગેનો અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો.
  • બોગસ ડોક્ટર ઝડપાયાના ૨૪ કલાકમાં ક્લિનીક ફરી શરૂ.!!

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૪ સપ્ટેમ્બર ૨૩ જામનગર નજીકના સીંગચ ગામમાં એક શખ્સ મેડિકલ ની માન્ય ડીગ્રી નહીં ધરાવતો હોવા છતાં તબીબી પ્રેક્ટિસ કરતો હોવા ની બાતમી ના આધારે પોલીસે દરોડો પાડી ને તેને ઝડપી લીધો હતો.

જામનગર એસ.જી પોલીસના સ્ટાફને બાતમી મળી હતી કે સિંગચ ગામમાં એક શખ્સ પાસે મેડિકલ ની માન્ય ડીગ્રી નહીં હોવા છતાં તબીબી પ્રેક્ટિસ કરી રહ્યા છે. એથી પોલીસે દરોડો પાડયો હતો. અને દીપકકુમાર દલાલચંદ્ર શાહ નામના શખ્સને ઝડપી પાડ્યો હતો.તેની પૂછપરછ મા તેની પાસે માન્ય મેડિકલ ની ડીગ્રી ન હતી.આથી પોલીસે તેની સામે ગુજરાત મેડિકલ પ્રેક્ટિસનર એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી ને તેના દવાખાના માંથી સ્ટથસ્કોપ , બી પી.માપવા નું મશીન, દવા ઇન્જેક્શન વગેરે મળી કુલ રૂ.4280 ની કિંમત નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.