આરોગ્ય કેન્દ્ર ખાતે યુવતિની છેડતી કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર શખ્સ સામે ફરીયાદ

0
1815

જામનગરમાં આરોગ્ય કેન્દ્ર ખાતે યુવતિની છેડતી કરનાર શંકરટેકરીના શખ્સ સામે ફરીયાદ

સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ કરવાની ધમકી પણ આપી..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ૨૪.જામનગરના દિગ્વીજય પ્લોટ-45, આરોગ્ય કેન્દ્ર ખાતે યુવતિનો હાથ પકડયો છેડતી કરીને ફોટા વાયરલ કરવાની ધમકી દીધાની શંકરટેકરીના સિઘ્ધાર્થ કોલોનીમાં રહેતા શખ્સ સામે ફરીયાદ કરવામાં આવતા પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે બનાવના પગલે આ વિસ્તારમાં ભારે એવો દેકારો બોલી ગયો હતો.

જાણવા મળતી વિગત મુજબ જામનગરના દિગ્વીજય પ્લોટ-45, આરોગ્ય કેન્દ્ર મેઘજી પેથરાજ, ઓશવાળ સ્કુલની સામેના વિસ્તારમાં ગત તા. 22/11/21ના સવારના સુમારે ફરીયાદી યુવતિને આરોપી મેહુલ રાઠોડ નામના શખ્સે નોકરીના સ્થળે જઇને તેણીનો હાથ પકડી હાથમાં સ્પર્શ કરી છેડતી કરી હતી.

પોતાની તાબે થવાની આરોપીએ માંગણી કરી હતી તેમજ પોતાના ફોનમાં રહેલા ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી, દરમ્યાનમાં યુવતિ દ્વારા ગઇકાલે સીટી-સી માં બનાવ અંગે શંકરટેકરીના સિઘ્ધાર્થ કોલોની શેરી નં. 3માં રહેતા મેહુલ અશોક રાઠોડ નામના શખ્સ વિરૂઘ્ધ આઇપીસી કલમ 354 અને 354(એ), 354(ડી) મુજબ નોંધાવવામાં આવતા પીએસઆઇ એસ.એમ. સીસીદીયા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. બનાવના પગલે ચકચાર ફેલાઇ જવા પામી હતી.