મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું જામનગર એરપોર્ટ ખાતે આગમન થતાં મહાનુભાવોએ ઉષ્માભેર સ્વાગત કર્યું
દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૫ ડીસેમ્બર ૨૪ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું જામનગર એરપોર્ટ ખાતે આગમન થતાં મહાનુભાવો દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી આજે રાજકોટ જિલ્લામાં આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી ધોરડો જવા રવાના થશે. આ દરમિયાન જામનગર એરપોર્ટ ખાતે તેઓએ ટૂંકું રોકાણ કર્યું હતું.તેઓના સ્વાગતમાં મેયર વિનોદભાઈ ખીમસુર્યા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી અને મેઘજીભાઈ ચાવડા, અગ્રણીઓ રમેશભાઇ મુંગરા, ડો. વિમલભાઈ કગથરા, કમિશ્નર ડી.એન. મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, દંડકશ્રી કેતનભાઈ નાખવા રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, મહામંત્રી, અગ્રણીઓ તેમજ અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.