જામજોધપુરના ગઢકડા ગામે ધિંગાણું : પિતા પુત્ર ધાયલ : 8 સામે ફરિયાદ

0
2808

જામજોધપુર ટ્રેક્ટર બાજુમાં ચલાવા બાબતે ડખ્ખો: પિતા પુત્ર પર આઠ શખ્સોનો જીવણેણ હુમલો

  • હુશેનભાઈ સંઘી નામના આધેડને માથાના ભાગે ગંભીર ઇજા : હાલત નાજુક
  • આરોપી (૧) ફિરોજ ઓસમાણ (૨) ઇકબાલ ઓસમાણ (૩) યાસિન ઓસમાણ (૪) યુસુફ ઉમર (૫) શાહરુખ વલીમામદ નં(૬) અયુબ યુસુફ તથા અન્ય બે અજાણ્યા ઇસમો રહે.બધા ગઠકડા ગામ તા.જામજોધપુર જી.જામનગર 

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૭ નવેમ્બર ૨૩ જામજોધપુરના ગઢકડા ગામે રહેતા રજાકભાઇ હુશેનભાઇ ઉન્નડ નામના સંધી યુવાન સાથે સાથે રસ્તા પર ટ્રેકટર નજીકથી અલાવવા બાબતે બોલાચાલી થયેલ હોય જે બાબતેનુ મનદુખ રાખી પિતા પુત્ર ઉપર આઠ શખ્સો લાકડાના ધોકા,લોખંડના પાઇપ તથા કુહાડી સાથે ઘસી આવી પિતા પુત્રો ઉપર ટુટી પડ્યા હતા જેમા હુશેનભાઇ ઉન્નડ ને માથાના ભાગે હેમરેજ તથા ફ્કચર જેવી ગંભીર ઇજા થતા લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે જામનગર જી.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમા હુશેનભાઈની હાલત નાજુક ગણાવાઈ રહી છે.બનાવની જાણના પગલે પોલિસ કાફલો ઘટનાસ્થળે દોડી જઈ કોઈ અનિચ્છિય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો શેઠ વડાળા પોલીસે રજાકની ફરિયાદ પરથી ફિરોજ ઓસામણ, ઇકબાલ ઓસમાણ , યાસિન ઓસમાણ , યુસુફ ઉમર, શાહરુખ વલીમામદ તથા અયુબ યુસુફ સહિત આઠ શખ્સો વિરૂદ્ધ ગેરકાયદેસર મડળી રચવા અંગેની IPC – કલમ ૩૨૫, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધી આગળની તપાસ PSI આર.એલ ઓડેદરા ચલાવી રહ્યા છે. અને આરોપીની શોધખોળ આદરી છે.