જામનગરમાં PM ની જાહેર સભાના સ્થળે ડોગ સ્ક્વોર્ડ-બૉમ્બ ડિપોઝલ સ્ક્વોર્ડ દ્વારા સધન ચેકિંગ

0
2691

જામનગરમાં પ્રદર્શન મેદાનમાં યોજાયેલી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની જાહેર સભાના સ્થળે ડોગ સ્ક્વોર્ડ-બૉમ્બ ડિપોઝલ સ્ક્વોર્ડ દ્વારા સધન ચેકિંગ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨ મે ૨૪ જામનગરના પ્રદર્શન મેદાનમાં આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જાહેર સભા યોજાવા જઈ રહી છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા લોખંડી સુરક્ષા જાપતો ગોઠવવામાં આવ્યા છે, અને ગુજરાત રાજ્યના એડીજીપી પાંડીયન, કે જેઓએ સુરક્ષાનો મોરચો સંભાળ્યો છે, અને ૧૦ જેટલા આઇપીએસ અધિકારી ને સાથે રાખીને લોખંડી સુરક્ષા કવચ પૂરું પાડયું છે.

જામનગરના પ્રદર્શન મેદાનમાં જાહેર સભા યોજાવા જઈ રહી છે, તે સ્થળે અભેદ કિલ્લાબંદી કરવામાં આવી છે, અને ડોગ સ્ક્વોર્ડ તેમજ ફોરેન્સીક નિષ્ણાત અને બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડ સહિતની અન્ય સુરક્ષા એજન્સીઓની મદદ લઈને બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

પ્રદર્શન મેદાન ના સભા સ્થળ તેમજ આસપાસના કોમર્સ કોલેજ સહિતના વિસ્તારમાં પોલીસ દ્વારા ગુનાશોધક શ્વાન તેમજ બૉમ્બ ડિપોઝલ સ્ક્વોર્ડ ની મદદ થી સધન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બોમ્બ ડિસપોઝલ સ્ક્વોર્ડ ની ટિમ દ્વારા મેગ્નેટિક ઉપકરણો ની મદદ થી સભા સ્થળ અને આસપાસના વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જ્યારે ગુન્હા શોધક શ્વાનની ‘શેરૂ’ ડોગ અને ડોગ હેંગ્લર સહિત ની ટીમ દ્વારા સભા સ્થળના સ્ટેજ સહિતના આસપાસના તમામ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું છે. અને કડક પોલીસ જાપતો ગોઠવી દેવામાં આવ્યો છે.