રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી સુશ્રી દિયા કુમારીજી જામનગરની મુલાકાતે

0
1259

રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી સુશ્રી દિયા કુમારીજી જામનગરની મુલાકાતે

  • જામનગરના સુપ્રસિદ્ધ બાલા હનુમાન મંદિરે શીશ ઝુકાવી ધન્યતા અનુભવતા સુશ્રી દિયા કુમારીજી

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૦૨ માર્ચ ૨૪ રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી સુશ્રી દિયા કુમારીજી આજરોજ તા.૦૨ માર્ચના રોજ જામનગરની મુલાકાતે છે. ત્યારે દિયા કુમારીજીએ જામનગર શહેરમાં સ્થિત સુપ્રસિદ્ધ બાલા હનુમાન મંદિરની મુલાકાત લીધી હતી અને મંદિરે પ્રભુ ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી.દિયા કુમારીજી સાથે ધારાસભ્ય સર્વેશ્રી મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી, શ્રીમતી રિવાબા જાડેજા, ડેપ્યુટી મેયર શ્રીમતી ક્રિષ્નાબેન સોઢા, અગ્રણી સર્વેશ્રી રમેશભાઈ મુંગરા, ડો.વિમલભાઈ કગથરા , સાસક પક્ષના નેતા આશિષ જોષી તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.