ધારાસભ્યના હસ્તે ૧૬૫.૦૬ લાખના ૨૩ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત

0
1482

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૫ અને ૧૬ માં ધારાસભ્ય દિવ્યેશ અકબરી ના હસ્તે રૂપિયા ૧૬૫.૦૬ લાખના ૨૩ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૨ માર્ચ ૨૪, જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૫ અને ૧૬ માં વિકસિત ભારત- વિકસિત ગુજરાત ના કાર્યક્રમની શૃંખલા અંતર્ગત કુલ ૧૬૫.૦૬ લાખના કુલ ૨૩ વિકાસ કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય દિવ્યેશ અકબરીના હસ્તે કરવામાં આવ્યું હતું.જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૫ માં દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૪૯, રામનગર કોર્નર થી મેઇન રોડ સુધીના સીસી રોડના કામનું ધારાસભ્ય દિવ્યેશ અકબરી ના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. જ્યારે શંકર ટેકરી, વલ્લભનગર, રામનગર ઉપરાંત ગણેશ વાસ, વાલ્મીકિવાસ, માલુભાનો ચોક, અને સરકારી પ્રાથમિક શાળા નંબર -૩ આસપાસના વિસ્તારમાં કુલ રૂપિયા ૮૪.૪૩ લાખના ૯ જેટલા વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ ખાતમુહૂર્તના કાર્યક્રમની શૃંખલામાં ધારાસભ્ય દિવ્યેશ અકબરી નું સ્થાનિક વિસ્તારની બાળાઓ દ્વારા કુમકુમ તિલકથી સ્વાગત કરવામાં આવ્યું હતું, અને સર્વે આસપાસના વિસ્તારના રહેવાસીઓએ આવકાર આપ્યો હતો. આ વેળાએ તેઓની સાથે નગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, વોર્ડ નંબર ૧૫ ના કોર્પોરેટર હર્ષાબા જાડેજા, શોભનાબેન પઠાણ, શહેર ભાજપના ઉપપ્રમુખ રાજુભાઈ યાદવ તેમજ વોર્ડ નંબર ૧૫ના ભારતીય જનતા પાર્ટીના અન્ય હોદ્દેદારો, કાર્યકર્તાઓ તથા સ્થાનિક રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેઓની ઉપસ્થિતિમાં તમામ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરાયા હતા.આ ઉપરાંત વોર્ડ નંબર ૧૬ માં પણ એકીસાથે ૧૭૦.૬૩ લાખના ૧૪ જેટલા વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં પ્રણામી ટાઉનશીપ ૧ અને ૨ માં મંદિરની સામે પેવર બ્લોકના કામનું સૌ પ્રથમ ધારાસભ્ય દિવ્યેશ અકબરીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. ત્યારબાદ પટેલ નગર, મહાવીર નગર, પ્રણામી ટાઉનશીપ-૩, નીલકંઠ નગર, જડેશ્વર ચોકડી થી મયુર ગ્રીન સોસાયટી, પટેલ પાર્ક શેરી નંબર-૩, નંદનવન પાર્ક શેરી નંબર-૪, સાધના કોલોની એલ-૪૯ અને એલ -૨૩ તેમજ સરસ્વતી પાર્ક-૧ સહિતના અલગ અલગ ૧૪ જેટલા વિસ્તારોમાં એકીસાથે ૧૭૦.૬૩ લાખના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ વેળાએ તેઓની સાથે નગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, તેમજ વોર્ડ નંબર ૧૬ ના કોર્પોરેટર પાર્થ કોટડીયા, ભારતીબેન અશોકભાઈ ભંડેરી, ગીતાબા જાડેજા, પૂર્વ કોર્પોરેટર, શહેર ભાજપના આગ્રણી અશોકભાઈ ભંડેરી, તેમજ સ્થાનિક વોર્ડના અન્ય હોદ્દેદારો- કાર્યકરો તેમજ સ્થાનિક નગર સેવકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, અને સ્થાનિક નાગરિકોએ ધારાસભ્ય દિવ્યેશ અકબરી તથા શહેર ભાજપ સંગઠનના અન્ય હોદ્દેદારો ને આવકાર આપ્યો હતો.