લાલપુરની કોર્ટમાં વકિલને જાનથી મારી નાંખવાની ધમકી.

0
1572

લાલપુરની કોર્ટમાં વકિલને જાનથી મારી નાંખવાની ધમકી.

આરોપીએ જામીન માટે નિયત સમય મર્યાદામાં સોલંવશી રજૂ કરેલ ન હોય જેથી અદાલતે વોન્ટર કાઢેલ હોવાનો ખાર રાખી વકિલને જાનથી મારી નાંખવાની ધમકી.

દેશ દેવી ન્યુઝ જામનગર 30. જામનગરના લાલપુરમાં તા.29-3-2022ના આરોપી બલદેવ સવદાસ ગોરાણીયા- શાપરવાળા તથા તેની સાથે અન્ય 6 મળી ને કુલ 7 આરોપીઓ વિરૂઘ્ધ અગાવ લાલપુર પોલીસ સ્ટેશનમાં ગુના રજી.નં.936/21 આઈપીસી કલમ 307 વિગેરે મુજબનો ગુનો દાખલ થયેલ હોય જે ગુનાના આરોપી ઓ ના વકીલ તરીકે ફરીયાદી નિલેશભાઈ રોકાયેલ હતા.

જેથી આજરોજ આ ગુનાના કામે તમામ આરોપીઓનું ચાર્જશીટ કમીટ કરવાનું હોય જેથી તમામ આરોપીઓ નામદાર કોર્ટમા આવેલ હોય જેમાં આરોપી બલદેવના ભાઈ મનોજભાઈ ઉર્ફે સંજય તથા આરોપી કેસુ લખમણ તથા રાજેશ સોમા ઓ ના જામીન વખતે નામદાર કોર્ટે ત્રીસ દિવસમાં સોલવંશી રજુ કરવા હુકમ કરેલ હોય જે સોલવંશી આરોપીઓ સમય મર્યાદામાં નામદાર કોર્ટમાં રજુ કરેલ ન હોય જેથી નામદાર કોર્ટ દ્વારા જેલ વોરન્ટ ભરી આપવામાં આવેલ હોય જેનો ખાર રાખી આરોપી બલદેવ એ ફરીયાદી નિલેશભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ હોય જે અંગે લાલપુર પોલીસ સ્ટેશનમાં નિલેશભાઈ પ્રવિણભાઈ બોડાએ આરોપી બલદેવ સવદાસ ગોરાણીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા લાલપુર પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ PSI ડીએસ વાઢેર ચલાવી રહ્યા છે.