જામનગર નાગેશ્વરમાં વેપારીને જાનથી મારી નાખવાની ધમકી : માં-દિકરા સહિત ૩ સામે ફરીયાદ

0
2557

જામનગર નાગેશ્વરમાં વેપારીને જાનથી મારી નાખવાની ધમકી: માં દિકરા સહિત ૩ સામે ફરીયાદ

  • વેપારીની ઓરડી ખાખાખોરા કરતા અટકાવતા માં દિકરો ટુટી પડ્યા

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૦૩ માર્ચ ૨૩ જામનગરમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા હોય તેમ ગઇકાલે સાંજે નાગેશ્વર વિસ્તારમાં વેપારીને મુઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ભારે ચકચાર જાગી છે. જેને લઈ વેપારીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.બનાવની વિગત મુજબ નાગેશ્વર વિસ્તારમાં ખેતાણી ટાઇલ્સ નામથી દુકાન ધરાવતા હરીશભાઈ ખેતાણી નામના વેપારી ઉપર સામાન્ય બાબતે માં દીકરો સહિત ત્રણ શખ્સોએ ઢીકાપાટુનો મુંઢ મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ભારે ચકચાર મચી જવા પામી છે.

જામનગરના જોગસપાર્ક વિસ્તારમાં રહેતા અને નાગેશ્વર પાસે ખેતાણી ટાઇલ્સ નામની દુકાન ધરાવતા હરીશભાઈ ખેતાણી ગઇકાલ સાંજે સાડા ચાર વાગ્યાના અરસામાં નાગેશ્વર ખાતે વિજય ટાઇલ્સ કારખાના પાસે આવેલ પોતાના માલીકીની ઓરડીમાં કામ માટે ગયા હતા ત્યા ચિરાગ ડોસાણીયા અને અન્ય અજાણ્યો શખ્સ વેપારીની ઓરડીમાંથી બહાર નીકળતા જોઈ બંન્ને ટપારતા બંને ઉશ્કેરાઈ જઈ મનફાવે તેવી ભુંડી ગાળો ભાંડી બોલાચાલી કરવા લાગ્યા હતા અને વેપારીને અજાણ્યા શખ્સે પકડી રાખી ચિરાગે તેની માતાને બોલાવી એકસંપ થઇ વેપારીને ઢીંકાપાટુનો બેફામ મુંઢ માર મારી કાનના ભાગે ઇજા પહોંચાડતા તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણના પગલે ભાજપના કોર્પોરેટર આશિષ જોશી તથા વેપારીઓ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા લુખ્ખા તત્વો દ્વારા વેપારીને બેફામ માર મારવાના ધેરા પ્રત્યાઘાત પડયા હતા અને વેપારીઓમાં રોષ ફાટી નીકળ્યો હતોબનાવના પગલે સીટી-બી ડિવિઝનના PSI વાઢેર તથા સ્ટાફ પોલીસ હોસ્પિટલ દોડી જઈ હરીશભાઈ ખેતાણીની ફરિયાદ પરથી મુક્તાબેન પ્રવિણભાઈ ડોસાણીયા તેનો દિકરો ચિરાગ ડોસાણીયા તથા એક અજાણ્યા શખ્સ વિરૂદ્ધ IPC કલમ- ૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજબ ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.