જામનગર પંથકના મોટી બાણુગારમાં 22 ઇંચ વરસાદ સાથે આભ ફાટ્યું: રંગમતી નાગમતી બે કાંઠે

0
1166

જામનગર પંથકના મોટી બાણુગારમાં 22 ઇંચ વરસાદ સાથે આભ ફાટ્યું

કાલાવડમાં મેઘરાજાએ સટાસટી બોલાવી: 10 ઇંચ
સમગ્ર સૌરાષ્ટ્રને તરબોળ કરતા મેઘરાજા
સર્વત્ર ગાજવીજ સાથે એકધારો વરસાદ: ધોરાજી સાડા સાત ઇંચ

ધ્રોલ સાડા છ ઇંચ: લોધીકા 6: જાડીયામાં સાડા પાંચ

પડધરી અને ગોંડલમાં 5: ભાણવડ અને જુનાગઢ સાડા 4: જામકંડોરણા – જેતપુર – ખંભાળિયા 4
જામનગર સાડા 3 – રાણાવાવ – વડીયા – ઉપલેટા- માંગરોળ- વંથલી- કેશોદ -ભેસાણ – વિસાવદરમાં 3 ઈચ: કચ્છ કોરૂ

જામનગર: સૌરાષ્ટ્ર ઉપર મેઘરાજાએ ભરપૂર વ્હાલ વરસાવ્યો છે અને ગઇકાલ રાતથી શરૂ થયેલો વરસાદ આ લખાય છે ત્યારે સવારે પણ ચાલુ છે. જામનગર તાલુકાના મોટી બાણુગારમાં આભ ફાટ્યુ છે અને આ લખાય છે ત્યાં સુધીમાં 22 ઇંચ વરસાદ વરસતા સમગ્ર ગામ બેટમાં ફેરવાઇ ગયુ છે. તો જામનગરના જ કાલાવડમાં પણ 10 ઇંચ વરસાદ પડી ગયો છે. રાજકોટમાં પણ 24 કલાકમાં 10 ઇંચ વરસાદ વરસી ગયાનું જાણવા મળે છે.

જળાશયોમાં નવા નીર આવ્યા છે, એટલું જ નહીં પાણીની સમસ્યાનો પણ અંત આવ્યો છે.

જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં મેદ્યરાજા મહેરબાન થયા છે. ગઈ કાલ રાત્રિથી ભયાનક ગાજવીજ સાથે સર્વત્ર વરસાદ વરસી રહ્યા છે. જેમાં સૌથી વધુ જામનગર જિલ્લાના કાલાવડમાં 10 ઇંચ વરસાદ પડ્યો છે ક્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી માં સાડા સાત ઇંચ વરસાદ વરસ્યો છે જામનગર જિલ્લાના ધ્રોલ માં સાડા છ ઇંચ વરસાદ પડ્યો છે રાજકોટ જિલ્લાના લોધીકા માં 6 જાડીયામાં સાડા પાંચ – પડધરી અને ગોંડલમાં 5 ઈચ વરસાદ પડ્યો છે ભાણવડ અને જુનાગઢ સાડા 4 ઇંચ વરસાદ નોંધાયો છે જામકંડોરણા – જેતપુર – ખંભાળિયા માં 4 ઈચ – રાણાવાવ – વડીયા – ઉપલેટા- માંગરોળ- વંથલી- કેશોદ -ભેસાણ – વિસાવદરમાં 3 ઈચ વરસાદ વરસ્યો છે. આ લખાય છે ત્યારે પણ સાર્વત્રિક વરસાદ ચાલુ છે જા કે કચ્છ કોરૂ રહ્યા છે જયાં સામાન્ય વરસાદ પડયો છે.

જામનગર જીલ્લાનાં કાલાવડમાં ધોધમાર વરસાદ વરસતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયુ છે અને નદી-નાળા-ડેમ-તળાવો છલકાયા છે.

ધ્રોલ: ધ્રોલમાં રાત્રીના 12 થી 2 વાગ્યાનો વરસાદ 32 મી.મી.મા વરસાદ મામલતદાર કચેરી ખાતે નોધાયો… તાલુકાભરમાં મોડી રાત્રે વરસાદ સારો ઍવો પડયો આખા દિવસમાં સારો એવો વરસાદના ઝાપટા પડયા હતા જેમાં દિવસ આખામાં 37મી.મી. વરસાદ નોધાયો હતો. આ લખાય છે ત્યારે પણ સાર્વત્રિક વરસાદ ચાલુ છે જો કે કચ્છ કોરૂ રહ્યુ છે જયાં સામાન્ય વરસાદ પડયો છે.
જામનગર જીલ્લાનાં કાલાવડમાં ધોધમાર વરસાદ વરસતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયુ છે અને નદી-નાળા-ડેમ-તળાવો છલકાયા છે.

જામજોધપુર સહીત ગ્રામ્ય પંથકમાં 2 થી 3 ઇંચ વરસાદ જામજોધપુર સહિત ગ્રામ્ય પંથક 2 થી 3 ઇંચ વરસાદ થવા પામ્યો છે આખી રાત વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ હતો વરસાદને કારણે જગતનો તાત ખુશખુશાલ છે આજે સવારથી પણ ધીમી ધારે વીજળીના કડાકા સાથે વરસાદ વરસી રહેલ છે.