જામનગરમાં દગડૂ શેઠ ગણેશજી ને પહેરાવાઈ પપ૧ મીટરની પાઘડીઃ ૧૧૧૧૧ મોદક ધરાયા

0
2281

જામનગરમાં દગડૂ શેઠ ગણેશજી ને પહેરાવાઈ પપ૧ મીટરની પાઘડી : ૧૧૧૧૧ મોદક ધરાયા

  • સતત નવમી વખત વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવા માટે દાવો કરાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૨ સપ્ટેમ્બર ૨૪ જામનગર મા દર વર્ષે એઈટ વન્ડર્સ સંસ્થા દ્વારા દગડુ શેઠ ગણેશ મહોત્સવનું ભવ્ય અને અનોખું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે માત્ર અનાજ માંથી ઈકો ફ્રેન્ડલી ગણેશજી ની મુર્તિ બનાવી તેનું સ્થાપન કરવામાં આવ્યું છે.

ભગવાન ગણેશજી ની મૂર્તિ ને આજે પપ૧ મીટર હાલારી ની પાઘડી પહેરાવવામાં આવી હતી. અને આયોજકો દ્વારા આ સિધ્ધિને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ તથા લીમકા બુક ઓફ રેકોર્ડસ માં સ્થાન મળે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, તદ્દ ઉપરાંત આજે આ મહોત્સવમાં ગણેશજી સન્મુખ ૧૧,૧૧૧ મોદક નો ભોગ ધરવા માં આવ્યો છે.જેનું પ્રસાદ સ્વરૂપે વિતરણ કરવામાં આવશે.અત્રે એ ઉલ્લેખનીય છે કે આ ગ્રુપ દ્વારા અગાઉ આઠ વખત વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે, અને આ ૯ મી વખત દાવો કરાયો છે.