જામનગરના સિલ્વર સોસાયટીમાં સાળીની હત્યા કરનાર બનેવીની ગણતરીની કલાકોમાં પકડી લેતી સીટી-એ ડિવિઝન
સીટી-એના પોલીસ ઈન્સપેક્ટ મહાવીરસિંહ જલુંની રાહબરી હેઠળ સર્વેલન્સ સ્ટાફના પો.કોન્સ મહાવીરસિંહ વનરાજસિંહ જાડેજા તથા પ્રવીણભાઇ ભીખાભાઇ પરમાર તથા વનરાજભાઇ ભગુભાઇ ખવડને મળેલ બાતમીથી ગણતરીની કલાકમા જ આરોપી થયો ઝબ્બે
પત્નિ રીસામણે હોય તેમા સાળની ચઢામણી હોય તે વાતનું મનદુખ કારણભૂત.
મૃત્તક કરીમાંબેન શકીલભાઈ સિપાઇને બે બાળકી હોય તેવામાં માતાની હત્યાથી બાળકી નોંધારી થઈ ગઈ હતી
દેશ દેવી ન્યુઝ જામનગર 27. શહેરના કાલાવડ નાકા બહાર સિલ્વર સોસાયટીમાં બનેવીના હાથે સાળીની હત્યાના બનાવથી શહેરભરમાં અરેરાટી વ્યાપી ગઈ હતી પોલીસે આરોપીને પકડી પાડવા ચક્રો ગતીમાન કર્યા હતા.
સુત્રોમાંથી મળતી વિગત મુજબ ગઇકાલના રોજ સવારના અગીયાર સાડા અગીયાર વાગ્યાની આસપાસ એસ.ટી ડીવીઝન સામે આવેલ સીલ્વર પાર્ક શેરી નંબર-૨ મા ફરીયાદી શકીલભાઇ ઇસ્માઇલભાઇ સૌપાઇ ની પત્નિ કરીમાબેન ઉર્ફ મીનાબેન ઘર પાસે કચરો નાખવા જતા ફરીયાદીના સાઢુભાઇ ફીરોજભાઇ ઉર્ફે મુન્નો અબ્બાસભાઇ કાજી તીક્ષણ હથીયાર વડે ફરીયાદીના પત્નિને શરીરે ગંભીર ઇજા કરી ખુન કરેલ
ઉપરોકત બનાવની ગંભીરતા ધ્યાને લઇ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક નીતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ ઉપરોકત ગુન્હામાં સંડોવાયેલ આરોપીને તાત્કાલીક પકડી પાડવા સુચના કરવામાં આવેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સપેકટર મહાવીરસિંહ .જે.જલુ ના માર્ગદર્શન હેઠળ સીસીટીવી કેમેરા તેમજ ખાનગી બાતમીદારોથી હકીકતો મેળવવા પેટ્રોલીંગમાં હતા
તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પો.કોન્સ મહાવીરસિંહ વનરાજસિંહ જાડેજા તથા પ્રવીણભાઇ ભીખાભાઇ પરમાર તથા વનરાજભાઇ ભગુભાઇ ખવડ નાઓને સંયુકત રીતે હકિકત મળેલ કે ફરીયાદી નો સાઢુભાઇ ફીરોજ ઉર્ફે મુન્નો અબ્બાસભાઇ કાજી રહે . અમદાવાદ વાળો ઠેબા ચોકડી પાસે આવેલ બારાડી પેટ્રોલપંપ પાસે ઉભો છે જેઓને કોર્ડન કરી મજકુર ઇસમનુ નામઠામ પુછતા પોતે પોતાનુ નામ ફીરોજભાઇ ઉર્ફે મુન્નો અબ્બાસભાઇ કાજી જાતે મુસ્લીમ ઉ.વ ૪૬ રહે જાપુરા આઇસા મસ્જીદ પાસે અજીમ પાર્ક વિભાગ -૧૩ ડો સૈયદ બાપુના ભાડાના મકાનમાં અમદાવાદ મુળ ગામ કાજીવાડ ચોક ભાવનગર વાળો હોવાનું જણાવેલ હોય અને મજકુર આરોપીની પુછપરછ કરતા મજકુર આરોપીની પત્નિ રીસામણે હોય અને ફરીયાદીની પત્નિની ચડામણીથી રીસામણે હોય તેવુ તેને લાગતા છરીના ધા મારી મૃત્યુ નીપજાવેલ હોય જેથી આરોપીને હસ્તગત કરવામાં આવેલ છે.આ સમગ્ર કામગીરીમાં પો.ઇન્સ મહાવીરસિંહ જે. જલુ ના સીધા માર્ગદર્શન હેઠળ પો. હેડ. કોન્સ નરેન્દ્રસિહ ખુમાનસિહ ઝાલા તથા સુનિલભાઇ અરજણભાઇ ડેર તથા પો.કોન્સ મહાવીરસિંહ વનરાજસિંહ જાડેજા તથા વનરાજભાઇ ભગુભાઇ ખવડ તથા પ્રવીણભાઇ ભીખાભાઇ પરમાર તથા મેહુલભાઇ કાંતીલાલ વીસાણી દ્વારા કરવામાં આવેલ છે.