જામનગરમાં ઓફીસ બનાવવા માટે હાથ ઉછીની રકમના બદલામાં આપેલ ચેકના કેસમાં આરોપીને ર વર્ષની પુરી સજા ફરમાવતી નામદાર અદાલત
-
આરોપીએ ચેક આપ્યા બાદ પેમેન્ટ સ્ટોપ કરાવેલ હતું , તે બચાવ પણ માન્ય રાખવામાં આવેલ નથી
-
ચેક પર પૈસા લઈ પેમેન્ટ રોકાવી દેવું તે હવે સામાન્ય વાત થઇ ગઈ છે , પૈસા લીધા નથી એવું માની ન શકાય : એડવોકેટ રાજેશ ગોસાઈ
દેશ દેવી ન્યૂઝ તા. ૨૨ એપ્રિલ ર૫ કેશની હકિકત એવી છે કે, જામનગર ખાતે વસવાટ કરતા અને આર.ટી.ઓ.ના એજન્ટ મયુરભાઈ ચાંદ્રા તથા શ્યામ રમણીકલાલ છુછીયા બંને વચ્ચે મિત્રતાનો સંબંધ હોય, આરોપીને ઓફીસ બનાવવા માટે નાણાની જરૂરીયાત ઉભી થતાં ફરીયાદી મયુરભાઈ ચાંદ્રા એ રૂા.૭,૫૦,૦૦૦/- હાથ ઉછીના આપેલા હતા અને તે રકમની પરત ચુકવણી માટે આરોપીએ ફરીયાદીને ચેક આપેલ અને ત્યારબાદ ચેકનું પેમેન્ટ સ્ટોપ કરાવી નાખેલ હતું, કરીયાદીએ મુદત તારીખે ચેક ખાતામાં ભરપાઈ કરતા ચેક સ્ટોપ પેમેન્ટના કારણે પરત ફરેલ અને ફરીયાદીએ આરોપી સામે નોટીસ આપેલ તેનો પણ કોઈ જવાબ આપેલ નહી કે, પેમેન્ટ પણ ફરીયાદીને આપેલ નહી, જેથી આરોપી સામે ફરીયાદીએ નામ.અદાલતમાં કેસ કર્યોં હતોતે કેશ ચાલી જતાં આરોપી પક્ષે બચાવ લેવામાં આવેલ કે, ફરીયાદી કોઈ આર.ટી.ઓ.ના એજન્ટ નથી અને તેમના પાસેથી આરોપીએ કોઈ આટલી મોટી ચેકમાં ભરપાઈ કરેલી રકમ લીધેલ નથી, ફરીયાદી વ્યાજનો ધંધો કરતા હોય, અને વ્યાજે પૈસા આપી અને કોરો ચેક લઈ લીધેલ હતો અને તે ચેકમાં આરોપી અને ફરીયાદી વચ્ચે તમામ વ્યવહાર પુર્ણ થઈ ગયા બાદ મોટી રકમ ભરી અને ચેક રીટર્ન કરાવેલ અને તે બાબતની આરોપીને જાણ હતી તેથી તેમને અગાઉથી જ ચેકનું પેમેન્ટ રોકાવી લીધેલ હતું, આમ ફરીયાદીની વિશેષ ઉલટ તપાસ આરોપીએ બચાવ લીધેલ હતો ત્યારબાદ કેસ દલીલ ઉપર આવતા આરોપી પક્ષે તે વિષય ઉપર વિશેષ દલીલ કરેલ કે, આરોપીને આટલી મોટી રકમ આપવા માટે ફરીયાદી સક્ષમ નથી અને આટલી મોટી રકમનો વ્યવહાર થયેલ નથી અને જે રકમ આરોપીએ લીધેલ હતી તેના બદલામાં કોરો ચેક લીધેલ હતો અને આરોપીએ જે રકમનો વ્યવહાર કરેલ હતો તે પુર્ણ થઈ ગયેલ હતો અને ચેક પરત આપતા ન હોય, જેથી અગાઉ જ પેમેન્ટ રોકાવી દીધેલ હતું, જેથી આરોપીનો બચાવ માન્ય રાખવો જોઈએ અને આરોપીને નિદોર્ષ ઠરાવી છોડી મુકવો જોઈએ તેવી દલીલો કરવામાં આવેલ તેની સામે ફરીયાદ પક્ષે તેવી દલીલો કરવામાં આવેલ કે, આરોપીએ સમગ્ર ટ્રાયલમાં એ વાતનું એડમીશન આપેલ છે.
કે, કંઈક વ્યવહાર તો થયેલ જ છે, તેમને કોઈ જ વ્યવહાર થયેલ નથી તેવો કોઈ બચાવ લીધેલ નથી અને ચેક આપેલ છે, તેનું પણ એડમીશન આપેલ છે, જે તમામ હકિકતો ધ્યાને લેવામાં આવે તો વ્યવહાર અને ચેકનું એડમીશન આવેલ છે અને હવે વાત રહી પેમેન્ટ રોકાવવાની તો હાલના ટ્રેન્ડમાં ચેક તે એક અતી સંવેદનશીલ વસ્તુ છે, અને વ્યવહારમાં હાલ ચેક તે ખુબજ મહત્વાનો દસ્તાવેજ છે, તેના ઉપર પૈસા મેળવી અને ત્યારબાદ ચેકનું પેમેન્ટ રોકાવી દેવું તે સામાન્ય થઈ ગયેલ છે અને સામાન્ય વ્યકિતઓ તેવું માને કે, ચેકનું પેમેન્ટ રોકાવી દેવાથી કેશ થઈ શકે નહી, તેવું જાણી જોઈને આ કામના ફરીયાદી સાથે આરોપી સાથે વિશ્વાસઘાત અને છેતરપીડી કરેલ છે, તે રેકર્ડ ઉપર સમગ્ર હકિક્તો ધ્યાને લેતા સામે આવે છે અને આ કાયદામાં સ્પષ્ટપણે તેવો ઉલ્લેખ કરવામાં આવે છે કે, આરોપી જે બચાવ લઈને આવતા હોય, તે બચાવનો સચોટ પુરાવો હોવો જોઈએ
પરંતુ આવો કોઈ સચોટ પુરાવો રેકર્ડ ઉપર આવેલ નથી અને માત્ર અને માત્ર મૌખીક પ્રકારના બચાવ લેવામાં આવે છે તે કાયદામાં માન્ય ગણાય નહી અને તમામ એડમીશન જે લેવામાં આવેલ છે, તે આરોપી પક્ષના વિરોધમાં છે, તેથી આરોપીને પુરેપુરી સજા થવી જોઈએ અને ચેકનું વળતર ફરીયાદીને મળવું જોઈએ તેવી દલીલો કરવામાં આવેલ, આમ ફરીયાદ પક્ષે થયેલ તમામ દલીલો માન્ય રાખી અને આરોપીને ૨ વર્ષની પુરેપુરી સજાનો હુકમ કરેલ આ કેશમાં ફરીયાદી મયુર જયરાજભાઈ ચાંદ્રા તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની હરદેવસિંહ આ૨.ગોહીલ, રજનીકાંત આર.નાખવા, નિતેષ જી.મુછડીયા રોકાયેલા હતા.