ધ્રોલના ચચાસ્પદ દિવુભાઈ હત્યાકાંડમાં આરોપીની જામીન અરજી ફગાવતી કોર્ટ

0
2149

ધ્રોલના સરાજાહેર હત્યા કેસમાં શાર્પશૂટરની જામીન અરજી રદ ધડાધડ ફાયરીંગ કરી યુવાનનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું

અખિલેશસિંહે ઓપરેશન માટે 60 દિવસના વચગાળાના જામીન માટે કારણ ધર્યું ..

દેશ દેવી ન્યુઝ જામનગર 27.ધ્રોલના ત્રિકોણબાગ પાસે માર્ચ -2020 માં સરાજાહેર ફાયરીંગ કરી યુવાનની હત્યાના કેસમાં અદાલતે શાર્પશૂટરની જામીન અરજી રદ કરી છે . આરોપીએ ઓપરેશન માટે 60 દિવસના વચગાળાના જામીન માંગ્યા હતાં . ધ્રોલના દિવ્યરાજસિંહ જદુવીરસિંહ જાડેજા ઉર્ફે દીવુભા નામના યુવાનની ગત તા .6-3- 2020 ના ધ્રોલના ત્રિકોણબાગ પાસે સરાજાહેર ફાયરીંગ કરી હત્યાકરાઈ હતી . જેમાં 4 ના નામ ખૂલ્યા હતાં . ત્યારબાદ પોલીસે કરેલી તપાસમાં મૃતકને થોડાં સમય પહેલાં પડધરી ટોલનાકે વાહન પસાર કરવાના મુદ્દે અનિરૃદ્ધસિંહ સોઢા સાથે અને પ્લોટના પૈસાની લેતીદેતીના મામલે ઓમદેવસિંહ જાડેજા સાથે માથાકૂટ હોવાનું બહાર આવ્યું હતું.આરોપીઓને ધરપકડ પછી ઉત્તરપ્રદેશના શાર્પશૂટર અખિલેશસિંહ ઉર્ફે બબલુસિંહ ઠાકુરની પણ ધરપકડ કરાઈ હતી . તમામ આરોપીઓને જેલહવાલે કરાયા પછી હાલમાં રાજકોટની જેલમાં રહેલા આરોપી અખિલેશસિંહે જામીનમુકત થવા જામનગરની અદાલતમાં અરજી કરી હતી . આ આરોપીએ પોતાને પ્રોસ્ટેટનું ઓપરેશન કરાવવાનું હોય અને તેની દીકરીને આંખનું ઓપરેશન કરાવવાનું હોય સાઈઠ દિવસના વચગાળાના જામીન માંગ્યા હતા . તેની સામે પોલીસે કરેલા સોગંદનામા તથા જિલ્લા સરકારી વકીલ જે . કે . ભંડેરીએ કરેલી રજૂઆતો ગ્રાહ્ય રાખી અદાલતે આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે .