જામનગરમાં સાત રસ્તા સર્કલ પાસે આવેલી એક ભાડા વાળી દુકાન ના ચડત ભાડા અંગેના દાવામાં અદાલતની ભાડુઆતને ફટકાર
- ગુજરાતની વડી અદાલતે ભાડું નહીં ચુકવનાર ને તાત્કાલિક અસરથી દુકાનનો કબજો મૂળ માલિકને પરત સોંપી દેવા હુકમ
- ભાડૂત પાસેથી ફરિયાદ પક્ષના વકીલની હાજરીમાં દુકાનનો કબ્જો લેવાયો: ભાડા ની બાકી રકમ વસૂલવાનો દાવો ચાલુ રહ્યો
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૪ એપ્રિલ ૨૪ જામનગરમાં સાત રસ્તા સર્કલ પાસે જાડા ના બિલ્ડિંગમાં આવેલી એક ભાડાવાળી જગ્યા ના ચડત ભાડા ની રકમ મામલે ગુજરાતની વડી અદાલતે ભાડુઆત ને ફટકાર લગાવી છે, અને ફરિયાદ પક્ષના વકીલની હાજરીમાં જ ભાડા વાળી જગ્યા ખાલી કરીને તેનો કબજો સોંપી દેવા આદેશ કરાયો હોવાથી ઉપરોક્ત જગ્યાનો કબજો પરત મેળવી લેવાયો છે, જ્યારે બાકી રોકાતી ભાડાની રકમનો વસુલાત નોં દાવો અદાલતમાં ચાલુ રહ્યો છે.
જામનગરમાં સાત રસ્તા સર્કલ વિસ્તારમાં આવેલા ડોક્ટર હેડગેવાર ભવનમાં જાડાની ઓફિસની નીચે કેટલીક દુકાનો આવેલી છે, જે પૈકીની એક દુકાન ડો. રાજેન્દ્ર ઠાકર ની માલિકીની છે, જે દુકાન શરતો ને આધીન જામનગરના ફરસાણ ના વેપારી કેવલ પણસારા ને અપાઈ હતી. જેમાં ભાડુઆત દ્વારા થોડો સમય દુકાન નો વપરાશ કરાયા પછી દુકાનને તાળું મારીને ભાડૂતી જગ્યાનો કબ્જો પરત સોંપ્યો ન હતો, ઉપરાંત લાંબા સમયથી ભાડાની રકમ પણ ચૂકવી ન હતી. જે મામલે આખરે જગ્યાના માલિક દ્વારા અદાલતનો આશરો લેવામાં આવ્યો હતો, અને ચડત ભાડું વસુલવા માટે એડવોકેટ હિતેન ભટ્ટ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. અને બાકી ભાડા ની રકમ વસૂલવા માટે સ્યુટ દાખલ કરવામાં આવી હતી.
જેમાં કાયદેસરનું લખાણ હોય તો તુરત જ દાવો ચલાવવો પડે, તેથી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જે દાવામાં ભાડુઆતે પોતાની ગેરકાયદેસર રકમની માંગણી કરવામાં આવી હતી, અને દુકાન ખાલી કરાવવી હોય તો માલિકે પૈસા આપવા પડશે. તેમ જણાવી મોટી રકમ ની ડિમાન્ડ કરી હતી.જામનગરની અદાલતે ચડત ભાડા ની રકમના ૨૦ ટકા ડિપોઝિટ જમા કરવાની શરતે મંજૂરી આપી હતી. પરંતુ તે શરતનું પણ ભાડુઆત કેવલ પણસારાએ પાલન કર્યું ન હતું, અને જામનગરની અદાલતે ચડત રકમનો દાવો મંજૂર કરી મકાન માલિકની તરફેણમાં હુકમનામું કરી આપ્યું હતું.
પરંતુ લેણી રકમ ચૂકવવી ન પડે તે માટે ભાડુઆત દ્વારા સેસન્સ અદાલતમાં અપીલ કરી હતી. જેમાં પણ અદાલતે ૨૦ ટકા રકમ ભરપાઈ કરી બચાવવાની મંજૂરી આપી હતી.જે હુકમ મુજબની રકમ ભરપાઈ કરતા દાવો ફરીથી ટ્રાયકોર્ટ સમક્ષ આવ્યો હતો. જે અદાલતના હુકમના વિરોધમાં મકાન માલિક દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. તે અપીલ મંજૂર થઈ હતી.ત્યારબાદ બાકી રોકાતી રકમની લેણી નીકળતી હોવાથી ત્રણ વર્ષની અંદાજે ૧૫,૭૫,૦૦૦ જેટલી રકમનો બીજો દાવો દુકાન માલિક દ્વારા અદાલતમાં દાખલ કરવામાં આવ્યો હતો.જેમાં પણ દાવો સ્ટે કરવાની ભાડુઆત દ્વારા અરજી કરવામાં આવી હતી, અને જામનગરની અદાલતે તે અરજી પણ રદ કરી નાખી દુકાનનો કબજો માલિકને સોંપી દેવાની સાથે બચાવને મંજૂરી આપી હતી
પરંતુ ભાડુઆત દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન ફાઈલ કરવામાં આવી હતી. પરંતુ ત્યાં પણ ચડત રકમ કેટલી અને ક્યારે ભરવાની છે, તે પરિસ્થિતિ આવતાં ગુજરાત હાઇકોર્ટ સમક્ષ જગ્યાનો કબજો સરન્ડર કરવાનું અંડરટેકિંગ ભાડુઆતે આપવું પડ્યું હતું. આથી અદાલતે ભાડાવાળી નું ભાડું વસુલાયું ન હોવાહી એક કદમ વધુ આગળ વધી ને ભાડૂતી જગ્યાનો કબજો તેના મૂળમાલિક ડો. રાજેન્દ્ર ઠકરાર ને પરત અપાવ્યો હતો, અને તેઓના એડવોકેટ હિતેન ભટ્ટ ની હાજરીમાં ભાડૂતી જગ્યાનો કબજો પરત મેળવી લેવાયો હતો.
આ દાવામાં મકાન માલિક વતી એડવોકેટ હિતેન ભટ્ટના એસોસિએશનના વકીલ પિનાકીન રાવલ, હિમાંશુ સોલંકી, ધર્મેન્દ્ર ઠાકર અને કૌશિક પરમાર રોકાયા હતા.