જામનગરમાં પત્નિને સળગાવી દેવાના પ્રકરણમાં પતિને જામીન મુક્ત કરતી અદાલત

0
4146

પેટ્રોલ છાંટી આત્મહત્યાના કેસમાં પતિને જામીન મુક્ત કરતી સેશન્સ કોર્ટ

  • મૃતકનો પતિ ૯ વર્ષના લગ્નજીવન દરમિયાન અવાર-નવાર ત્રાસ ગુજારતો હોવાની કથીત ફરીયાદ પિતાએ નોંધવી હતી

  • પોતાની દિકરી હિરલને પેટ્રોલ છાટી આગ લગાડી દીધાનો કરાયો હતો આક્ષેપ

દેશ દેવી ન્યૂઝ ૧૬ જુલાઈ ૨૪ જામનગર માં ચર્ચાસ્પદ કેસમાં પ્રેમ લગ્ન કરનાર પરણીતા ને પતિએ પેટ્રોલ છાંટી સળગાવી દેવાના આત્મહત્યા પ્રકરણ કેસમાં વિદ્વાન ધારાશાસ્ત્રી જયેન્દ્રિસિંહ ઝાલાની ધારદાર દલીલ ધ્યાને લઈ પતિને સેશન્સ કોર્ટે  જામીન મુક્ત કર્યોં હતો

આ કેસની હકીકત એવી હતી કે ફરીયાદી બાબુભાઈ વરવાભાઈ ઝાપડા દ્વારા તા.૦૧ જૂન ૨૪ ના રોજ એવી ફરિયાદ નોંધાવેલ કે, પોતે પોતાના પરિવાર સાથે જોડિયા મુકામે પોતાના બે દીકરા અને એક દીકરી સાથે રહેતા હોય અને ફરિયાદીની મોટી દીકરી હિરલને આરોપી સંજયભાઈ જીવરાજભાઈ સરવૈયા સાથે ૨૦૧૫ માં પ્રેમ સંબંધ બંધાતા તેઓ ભાગી ગયેલ હોય અને ગામ પીઠડમાં રહેવા લાગેલ હોય જેથી ફરીયાદીએ પોતાની દીકરીના ઘરે આવવા-જવાના વ્યવહાર બંધ કરી દીધેલ હતા

ત્યાર બાદ ફરિયાદીને તા.૨૯/૦૫/૨૦૨૪ ના રોજ જાણવા મળેલ હોય કે પોતાની દીકરી તા.૨૩/૦૫/૨૦૨૪ ના રોજ ચા બનાવતા દાજી જતા મરણ ગયેલ હોય જેથી ફરિયાદી તેમના ભાઈના દીકરા સાથે રાજકોટ હોસ્પિટલ ખાતે ગયેલ હોય અને મરણ જનારની લાસનું પી.એમ થઈ જતા મરણજનારની લાસ આરોપી સંજયભાઈ જીવરાજભાઈ સરવૈયાના પરિવારજનોને સોપી આપેલ હોય અને મરણ જનાર હિરલ દ્વારા પોલીસમાં પોતે ચા બનવા જતા ગેસની નળી લીકેજ હોય જેથી આગ લગતા દાજી ગયાનું જણાવેલ હોય પરંતુ ફરિયાદી પિતાને એવું જાણવા મળેલ હોય કે સંજયભાઈ જીવરાજભાઈ સરવૈયા દ્વારા લગ્નના ૯ વર્ષમાં આરોપીએ પત્ની સાથે અવાર-નવાર ઝગડો કરી, હેરાન પરેશાન કરી, દુઃખ ત્રાસ આપી પોતાની માથે પેટ્રોલ છાટી આગ લગાડી મરણ જતા દુષ્કરણ કરેલ હોય જે બાદ તેઓ એ પોતાના જમાઈ વિરદ્ધ પોતાની દિકરીને સળગાવીદીધી હોય તેવી  ફરિયાદ નોંધાવેલ હતી. જેથી પોલીસ તેના અનુસંધાને આરોપી વિરુદ્ધ IPC ની કલમ- ૩૦૬, મુજબનો ગુન્હો નોંધેલ, જેના અનુસંધાને પોલીસ દ્વારા ફરિયાદ રજીસ્ટ્રર લીધેલ હોય હતી.

જેમાં આરોપી સંજયભાઈ જીવરાજભાઈ સરવૈયાને તેમના વકીલ જયેન્દ્રસિંહ એન. ઝાલા મારફતે નામદાર જામનગરની સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરેલ હોય, આરોપીના વકીલ ની લંબાણ પૂર્વક દલીલો થયેલ હોય જેમાં નામદાર સેશન્સ કોર્ટે દ્વારા શરતોને આધીન જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ ફરમાવ્યો હતો

ઉપરોક્ત કેસ માં આરોપીઓ તરફે જામનગરના વિદ્વાન ધારાશાસ્ત્રી જયેન્દ્રસિંહ એન. ઝાલા, વિશ્વાસ વાય, મહેતા , હરપાલસિંહ પી. ઝાલા, તથા સત્યજીતસિંહ પી. જાડેજા, કેયુર કે. અજુડિયા રોકાયેલા હતા.