જામનગરના ચકચારી કરોડોના સાઇબર ફ્રોડ કેસમાં આરોપીઓને ગણતરીના દિવસોમાં જામીન મુક્ત કરતી અદાલત

0
4289

જામનગરમાં કરોડોની સાયબર ફ્રોડ કરવાના કોભાંડમાં સંડોવાયેલા આરોપીઓને ગણતરીના દિવસોમાં જામીન મુકત કરતી નામ.અદાલત 

  • બોગસ બેન્ક અકાઉન્ટ ખોલી જુદા જુદા નાગરીકો પાસેથી કરોડોની ઠગાઈમાં સંડોવાયેલા આરોપીઓને જામીન ઉપર મુક્ત કરતી નામ.અદાલત

  • કમીશનની લાલચ આપી સાયબર કોભાંડ કરતી ટોળકી દ્વારા આરોપીઓને સંડોવી દેવામા આવેલ તેવી ધારદાર દલીલો થઇ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૪ ઓક્ટોબર ૨૪ આ ચકચારી કેશની વિગત એવી છે કે, જામનગર સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદી તરીકે સાયબર પોલીસ સ્ટેશનના ફરીયાદી ખુદ ફરીયાદી બની એવી ફરીયાદ જાહેર કરેલ કે, આરોપીઓ (૧) મયુર મનહરલાલ સોઢા (૨) મહેન્દ્ર રામજીભાઈ કણજારીયા (૩) દેવરાજ બાબુભાઈ ચોવટીયા (૪) આનંદ હિતેશભાઈ ચોથાણી વિગેરે દવાારા પુર્વ આયોજીત કાવતરૂ રચી પોતાનો એક સમાન ઈરાદો પાર પાડવા અને લોકો સાથે ઈન્ટરનેટના માધ્યમથી ઠગાઈ કરવા પોતાની ખોટી ઓળખ ઉભી કરી સાયબર ક્રાઈમના ગુન્હા આચરી ગેર કાયદેસર આર્થીક લાભ મેળવવા સારૂ આરોપીઓ દવારા પોતાના નામના બેંક અકાઉન્ટ ખોલાવડાવી ફરીયાદીમાં જણાવેલ ઇસમોને બેંક અકાઉન્ટ ઓનલાઈન આર્થીક ઠગાઈના ગુન્હાઓ આચરવા માટે એકાઉન્ટ કીટ સહીત આપી જે દરેક બેંક અકાઉન્ટ દીઠ જુદી જુદી રકમના કમીશનો મેળવી એક બીજાની મદદગારી કરી નાગરીકો સાથે છેતરપીંડી કરી પોતાના અંગત ઉપયોગ માટે નાણા મેળવી આશરે રૂા.૪,૦૦,૦૬,૪૮૨/- જેટલી રકમના અનઓથોસાઈઝડ ટ્રાંન્ઝેકશન કરી નાણા સગેવગે કરી હોવાની ફરીયાદ નોંધાઈ હતી

જેથી આરોપીઓને નામ. અદાલત સમક્ષ રજુ કરતા આરોપીઓ તરફે જામીન અરજી કરવામાં આવેલ અને દલીલ કરાઈ કે આરોપીઓ કોઈ હાર્ડકોર ક્રિમીનલ ન હોય, વેપારી વર્ગના વ્યક્તીઓ હોય, જામીન મુક્ત કરવા દલીલો કરવામાં આવેલ અને દલીલ કરાયેલ કે આરોપીઓ પોતે ભોગબનનાર છે, કમીશનની લાલચ દઈ અને સાયબર કોભાંડ કરતી ટોળકી દવારા આરોપીઓને સંડોવી દેવામા આવેલ છે

અને આરોપી ધ્વારા તપાસ કરનારને સંપુર્ણ સહકાર આપવાની તૈયારી બતાવેલ છે, જે સંજોગો ધ્યાને લઈ અને આ કામે આરોપીનો કોઈ જ રોલ ન હોય, જેથી જામીન મુક્ત કરવા જોઈએ તેવી ધારદાર દલીલો કરવામાં આવેલ, આમ, નામ.અદાલતે તમામ હકિકતો અને રેકર્ડ ધ્યાને લઈ અને આરોપી પક્ષે થયેલ રજુઆતો માન્ય રાખી અને આરોપી (૧) મયુર મનહરલાલ સોઢા (૨) મહેન્દ્ર રામજીભાઈ કણજારીયા (૩) દેવરાજ બાબુભાઈ ચોવટીયા (૪) આનંદ હિતેશભાઈ ચોથાણીને જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ કરેલ આ કેશમાં આરોપી તરફે વિદ્ધાન ધારાશાસ્ત્રી રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવીંહ આર.ગોહીલ, ૨જનીકાંત આર. નાખવા, નિતેશ જી. મુછડીયા રોકાયેલા હતા.