કાલાવડમાં ઉછીના પેસાની ઉઘરાણીમાં દંપતિ પર હુમલોઃ માથામાં ધોકા ફટકાર્યા

0
3259

કાલાવડમાં ઉછીના આપેલા પેસાની ઉઘરાણી કરતા દંપતી ઉપર હુમલો

  • આરોપી :- ( ૧) વલ્લભભાઈ વિરજી કપુરીયા(૨) ધર્મેશ અકબરી (3) રવી સાકરીયા (૪) પ્રવિણ વિનુંભાઈ કપુરીયા
  • પોલીસે 4 શખસો સામે ગુતો નોંધીને ધરપકડ માટે તજવીજ હાથ ધરી

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૫ એપ્રિલ ૨૩.: કાલાવડમાં હાથ ઉછીના આપેલા રૂપિયાની યુવકે ફોન કરતાં 4 શખસોએ ઘરે આવીને સ્ટીલના પાઈપ વડે હુમલો કરીને યુવક અને તેમના પત્નીને માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

કાલાવડના કૃષ્ણનગર શેરીનં-ર, ધોરાજી રોડ ઉપર રહેતા અનિલભાઈ પ્રેમજીભાઈ દોંગા (ઉ.વ.37) નામના યુવકે પાંચ વર્ષ પહેલા આરોપીને હાથ ઉછીના પૈસા આપેલ હતાં. જે પૈસા આપવા માટે યુવકે આરોપીને ફોન કર્યો હતો. જેથી આરોપીઓ વલ્લભ વિરજીભાઈ કપુરીયા, ધૃમેશ અકબરી રીનારીવાળા, રવિ સાકરીયા અને પ્રણવ વિનુભાઈ કપુરીયા નામના શખસો રાત્રીના નવેક વાગ્યે ઘરે આવ્યા હતાં. તને અત્યાર સુધી પૈસા નથી આપ્યા તો તે શું કરી લીધું તેમ કહીને અપશબ્દો બોલવા લાગ્યા હતાં અને બે શખસોએ યુવકને પકડી રાખીને એક શખસે સ્ટીલનો પાઈપ માથામાં મારતાં પત્ની છોડાવવા માટે વચ્ચે પડતા તેમને પણ લાકડાના ધોકા મારીને શરીરે મુંઢ ઈજા પહોંચાડી હતી. જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.