ગુજરાતમાં કોરોનાની સ્થિતિ હવે ધણે અંશે સુધરી જતા સ્કૂલો રેગ્યુલર શરૂ કરવા સરકારની વિચારણા.!

0
547

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ હવે ધણે અંશે સુધરી જતા સ્કૂલો રેગ્યુલર શરૂ કરવા સરકારની વિચારણા.!

ઓગસ્ટ પહેલા સ્કૂલો ચાલુ થઈ શકે છે.

સ્કૂલો ચાલુ કરવાના મુદ્દે સ્કૂલ સંચાલકો માં અને ખાસ કરીને વાલીગણ માં હરખ ની લહેર ઉઠવા પામી છે.

ગુજરાતમાં બોર્ડ પરીક્ષાઓ લેવાની છે ત્યારે ધોરણ 10 12 ની સ્કૂલો જુલાઈમાં જ શરૂ કરવા વિચારણા ચાલી રહી છે પરંતુ ત્રીજી વેવની સંભાવના વચ્ચે સરકાર દ્વિધામાં છે.

ગુજરાતમાં કોરોના ની સ્થિતિ હવે ઘણી સુધરી ગઈ છે અને કેસ હવે સિંગલ ડીઝીટમાં આવી રહ્યા છે ત્યારે તમામ પ્રવૃત્તિઓ શરૂ થવા સાથે તબક્કાવાર unlock મા સ્કૂલો પણ રેગ્યુલર શરૂ કરવા સરકાર થોડા દિવસમાં આ મુદ્દે આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ સાથે મળીને કોર કમિટીની બેઠકમાં નિર્ણય લઈ શકે તેવી શક્યતા છે.

આ અંગે શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે કેબિનેટમાં સ્કૂલો ચાલુ કરવા અંગે ચર્ચા પરંતુ થોડા દિવસમાં આ અંગે ચર્ચા કરી અને સર્વગ્રાહી રીતે સ્થિતિનો તાગ મેળવી અને ત્રીજી લહેરની બાબતનું ખાસ ધ્યાન રાખીને સ્કૂલો શરૂ કરવા નિર્ણય કરાશે.