જામનગરમાં ફરજ દરમિયાન વિવાદિત ડેપો મેનેજર મિલન રાઠોડ વિરુદ્ધ અગાઉ પણ અનેક ફરિયાદો ઉઠવા પામેલ.!
જામનગરમાંથી નડિયાદ બદલી થઈને ગયેલ પૂર્વ વિભાગીય નિયામક મુકેશ બી. રાવલના રંગીલા મિલન રાઠોડ ઉપર ચાર હાથ હતા.!
પૂર્વ નિયામક મુકેશ બી રાવલ અને મિલન રાઠોડ વિરુદ્ધ જામનગરની દરબાર ગઢ પોલીસ સ્ટેશનમાં સહ કર્મચારી TI રઘુભા પરમાર (ટ્રાફિક ઇસ્પેક્ટર ) ત્રાસ આપી મરી જવા માં મજબૂર કરેલ હોય તે અંગેની FlR દાખલ થયેલ છે. જેને જામનગરમાં સારી એવી ચર્ચા જગાડી હતી.!
વડી કચેરી દ્વારા તપાસનો ધમધમાટ મહિલાઓની ખોટી હાજરી પુરતા હોવાનું પ્રકરણ સામે આવ્યું
ખંભાળિયા ST ડેપોના ઈન્ચાર્જ મેનેજર સસ્પેન્ડ અન્ય બે કર્મચારીઓની અન્ય વિભાગમાં બદલી કરાઈ : એસટી કર્મચારીઓમાં ખળભળાટ
દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર : રાજ્યના સ્ટેટ ટ્રાન્સપોર્ટ પરિવહન ( એસટી ) વિભાગ સમયાંતરે નાના – મોટા વિવાદોમાં ઘેરાયેલું જોવા મળતું હોય છે ત્યારે વધુ એક વખત નવો વિવાદ સામે આવ્યો છે.
જેમાં ખંભાળિયા એસ.ટી. ડેપોમાં ઇન્ચાર્જ ડેપો મેનેજરે મહિલા કંડકટરોની ખોટી હાજરી પુરવાના પ્રકરણમાં વિભાગીય નિયામક દ્વારા આકરૂ પગલું લેતા તેમને સસ્પેન્ડ કરવામાં આવતા એસ.ટી. વિભાગમાં ચકચાર મચી જવા પામી છે.
ઇન્ચાર્જ ડેપો મેનેજર દ્વારા મહિલા કંડકટરોની ખોટી હાજરી પુરી આપતા હોવાની ફરિયાદ વડી કચેરીએ કરવામાં આવતા તપાસ શરૂ કરતા આ પ્રકરણ સામે આવ્યું છે.
ખંભાળિયા એસ.ટી. ડેપોના ઇન્ચાર્જ ડેપો મેનેજર મિલનભાઇ રાઠોડે મહિલા કંડકટરોની ખોટી હાજરી પુરતા હોવાની ફરિયાદજામનગર વિભાગીય નિયામક કચેરી તથા વડી કચેરીને કરવામાં આવી હતી.
જેના પગલે આ અંગેની તપાસ શરૂ કરવામાં આવી હતી . જેમાં જામનગર વિભાગીય નિયામક પી.એમ. પટેલની તપાસમાં સમગ્ર પ્રકરણ સામે આવતા વિભાગીય નિયામકે ખંભાળિયા ઇન્ચાર્જ ડેપો મેનેજર સહિત અન્ય બે કર્મચારીઓને ટ્રાફિક શાખા અને ધ્રોલ ડેપોમાં ફેરબદલી કરવામાં આવતાએસ.ટી. વિભાગમાં હંડકપ મચી જવા પામી છે.
આ પ્રકરણની તપાસ અમદાવાદ વડી કચેરીના અધિકારીઓ દ્વારા હાલ શરૂ છે ત્યારે આગામી દિવસોમાં નવા-જુનીના એંધાણ સામે આવશે તેમ ડેપોના કર્મચારીઓમાં ચર્ચાઇ રહ્યું છે.
રાજ્યની વડી કચેરીથી અત્રે આવી પહોંચેલી ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું સુમાહિતગાર સૂત્રોએ જણાવ્યું છે .