જામનગર જી.જી.હોસ્પિટલમાં સતત વિવાદોમાં ઘેરાયેલી કરંટ સીક્યુરીટીનો કોન્ટ્રાક્ટ તાત્કાલિક સમાપ્ત કરી દેવાયો : પુન:વિચારણા કરવા એજન્સીની માંગ

0
672

જામનગર જી.જી.હોસ્પિટલની સીક્યુરીટી એજન્સીનો કોન્ટ્રાક્ટ તાત્કાલિક સમાપ્ત કરી દેવાયો : ફેર વિચારણા કરવા રજૂઆત

કરંટ સીક્યુરીટી’ના સંચાલકએ જી.જી.હોસ્પિટલના તબીબી અધિક્ષકને રજૂઆત

ખૂબ જ ટુંકી મુદતમાં સેવા સમાપ્ત કરવી પણ યોગ્ય નથી, કમ સે કમ 80 દિવસની મુદત આપવી જોઇએ: કરંટ સીકયુરીટી

અગાઉ કરંટ સિક્યુરિટીના સુપરવાઇઝર ચાલું ફરજે ચીકાર દારૂ પીધેલી હાલતમાં હોવાનો વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો.! અને ગુજરાતભરમાં સારી એવી ચર્ચા જગાડી હતી.

તથા સુત્ર માંથી એવું પણ જાણવા મળેલ છે કે કરંટ સિક્યુરિટીની ગેરરીતિ અંગે સરકાર સુધી રજૂઆત થયેલ હતી તેના કારણે તાત્કાલિક અસરથી કરંટ સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો હતો અને તેની જગ્યાએ આર્મી ની ભરતી કરવામાં આવી હતી.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: જામનગર જી.જી.હોસ્પિટલની સીક્યુરીટી એજન્સીનો કોન્ટ્રાક્ટ સંભાળતી એજન્સી ‘કરંટ સીક્યુરીટી’ના સંચાલકએ જી.જી.હોસ્પિટલના તબીબી અધિક્ષકને રજૂઆત કરતા તેમની એજન્સી સાથે થયેલ કોન્ટ્રાક્ટને તાત્કાલિક સંજોગોમાં સમાપ્ત કરવા રજૂઆત કરવા જણાવ્યું છે.

સીકયુરીટી એજન્સી દ્વારા કરાયેલ રજૂઆતમાં જણાવ્યા મુજબ, અમો કરંટ સિક્યોરીટી એજન્સીના સુપરવાઇઝર તથા ગાર્ડ કુલ મળીને 58 લોકો એજન્સીમાં કાર્યરત હતા. કોરાનાની વિષમ સ્થિતિમાં અમોએ નિષ્ઠાપૂર્વક કામગીરી નિભાવી કાઇપણ જાતની ચૂક ન થાય તેની તકેદારી રાખી અમારા 10 ગાર્ડ કોરાની ઝપેટમાં પણ આવી ગયા હતા છતાં આવી વિષમ પરિસ્થિતિમાં પણ અવિરત કામગીરી કરેલ છે.

તેમ છતાં પણ તમોએ તારીખ : 22-06-2021 ના રોજ નિર્ણય એક તરફી રીતે લઇ અમારી માતૃ સંસ્થા કરંટ સિક્યોરીટીનો કોન્ટ્રાકટ સેવા સમાપ્ત ટુંકી મુદતમાં કરી નાંખ્યો. જે અમારા માટે મોટી આપત્તી સમાન છે. આ અમારી સેવાનું આ ફળ યોગ્ય નથી. ખૂબ જ ટુંકી મુદતમાં સેવા સમાપ્ત કરવી પણ યોગ્ય નથી. અમોને કમ સે કમ 80 દિવસની મુદત આપવી જોઇએ.

હાલના બેકારીના દિવસોમાં અમોને બીજે નોકરી મળવી પણ મુશ્કેલ છે. માનવતા ખાતર પણ આપનો નિર્ણય યોગ્ય નથી. અમારી એજન્સીએ તમોને ફેર વિચારણામાં કહ્યું છે.

પરંતુ આપ હજુ સુધી એ બાબત નિર્ણય લીધો નથી તો અમારી નિષ્ઠાપૂર્વક કરેલી નોકરીનું યોગ્યતા ખાતર પણ આપના નિર્ણય અંગે ફેરવિચારણા કરવા રજૂઆતમાં જણાવાયું છે.