ગુજરાતમાં પાડા-પાડીની કતલ સામે ‘પાસા’ લગાડવાનો પરિપત્ર રદ્દ કરવા કોંગ્રેસી નગરસેવિકા મેદાને

0
1767

ગુજરાતમાં પાડા-પાડીની કતલ સામે ‘પાસા’ લગાડવાનો પરિપત્ર રદ્દ કરવા કોંગ્રેસી નગરસેવિકા દ્વારા આવેદનદેશ દેવી ન્યુઝ જામનગર 18 .ગુજરાતમાં પાડા-પાડીની કતલ કરનાર સામે પાસાનું શસ્ત્ર ઉગામવાનો પરિપત્ર જારી કરાયો છે. જે ગેરબંધારણીય હોવાથી તેને રદ્દ કરવાની માંગણી સાથે કોંગી નગરસેવિકાના નેજા હેઠળ જામનગર જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. જેમાં પરિપત્ર રદ અથવા પરત ખેંચવા માંગણી કરવામાં આવી છે.શહેરના વોર્ડ નં. 12ના કોંગ્રેસના કોર્પોરેટર જેનબબેન ખફીની આગેવાનીમાં મંગળવારે કલેકટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યાનુસાર ભેંસ, પાડા-પાડીને વારંવાર કતલના અપરાધીને પાસાનો કાયદો લગાવવાનું જણાવાયું છે. જે બંધારણ વિરુદ્ધ છે. તેની હેરફેર ઉપર પ્રતિબંધ છે. પરંતુ પાડા પાડીના ઉપભોગ પર પ્રતિબંધ નથી. થોડા દિવસો બાદ બકરી ઈદનો તહેવાર આવનાર છે. ત્યારે આ પરિપત્ર બંધારણ વિરુદ્ધનો હોય રદ્દ કરવો જોઈએ.ભારતના બંધારણ મુજબ ધર્મ સ્વતંત્રતાના હક્ક ઉપર તરાપ છે. ભવિષ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ સરક્યુલર બહાર પાડવામાં આવ્યો હોવાનો આક્ષેપ પણ આવેદનપત્રમાં કરી પરિપત્ર પરત ખેંચવા માંગણી કરી છે.