જામનગરમાં વધુ બે ઢોર માલીકો વિરૂદ્ધ ફરિયાદ: આંક વધશે :ફફડાટ

0
940

જામનગરમાં વધુ બે ઢોર માલિક સામે ફોજદારી ફરિયાદ 

હાઈકોર્ટેની ટકોર બાદ તંત્ર સફાળું જાગ્યું: આવનારા દિવસોમાં પશું માલીકો વિરૂદ્ધ કડડ અમલવારી થશે.

હવે જાહેર રસ્તા ઉપર પશુઓ બાંધનાર વિરૂદ્ધ પણ કાર્યવાહી થશે.

ઢોર છોડાવવા જનાર તમામનો રેકર્ડ રાખવામાં આવશે તેના આધારે ફરીયાદ થશે: રાજભા ચાવડા

હવે શહેરી વિસ્તારમાં પશુંઓ રાખવા સ્વપ્ન થઈ જશે: શહેરના તમામ ઢોરવાળનું સર્વે થશે: સુનીલ ભાનુશાળી

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૩૧ ઓગસ્ટ ૨૨ જામનગર  રઝળતાં ઢોર મુદ્દે જામનગર મહાપાલિકાના તંત્ર પર નિષ્ફળતા અંગે ભારે માછલાં ધોવાયા બાદ છેલ્લા કેટલાક દિવસોથી સતર્ક અને સક્રિય બનેલા તંત્રએ રઝળતા ઢોર સામે તેમજ લાપરવાહ ઢોર માલિકો સામે કડક કાર્યવાહી કરવાનું શરૂ કર્યુ છે. જે અંતર્ગત શહેરમાં જયશ્રી ટોકિઝ પાસે એક ગાયને પકડવા બાબતે અડચણ ઉભી કરનાર ઢોર માલિક સામે વધુ એક ફોજદારી ફરિયાદ નોંધવામાં આવી છે. અગાઉ રણજીતસાગર ઢોરના ડબ્બા પર બળજબરી પૂર્વક ઢોર છોડાવવાનો પ્રયાસ કરનાર બે શખ્સો સામે ફોજદારી ફરિયાદ નોંધાવવામાં આવી છે.જામનગર મહાપાલિકાની સોલિડ વેસ્ટ શાખામાં દબાણ નિરીક્ષક તરીકે ફરજ બજાવતાં સુનિલ ભાનુશાળીએ સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર 29 ઓગસ્ટના રોજ સાંજે શહેરના જયશ્રી ટોકિઝ વિસ્તારમાં જામ્યુકોની ઢોર પકડ ટીમ દ્વારા એક રસ્તે રઝળતી ગાયને પકડવામાં આવી હતી. દરમ્યાન આ વિસ્તારમાં રહેતાં આ ગાયના માલિક હેમત કાનાભાઇ વાઘેલા આ ગાયને છોડાવવા માટે દોડી આવ્યા હતા અને ફરજ પરના કર્મચારીઓ સાથે રકઝક કરી માથાકૂટ કરી હતી. જામ્યુકોની ઢોર પકડવાની કામગીરીમાં અવરોધ ઉભો કરનાર આ ઢોર માલિક સામે સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેરનામા ભંગ તેમજ જીપીએકટની અન્ય કલમો અંતર્ગત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી શરૂ કરી છે. દરમ્યાન જામ્યુકોની સોલિડ વેસ્ટ વિભાગની ઢોર પકડવા માટેની ચાર ટુકડીઓ દ્વારા ગઇકાલે શહેરના જુદા-જુદા વિસ્તારમાંથી 39 ઢોરને પકડીને ડબ્બે પૂર્યા હતા. જયારે રાત્રિ ઝુંબેશ અંતર્ગત નવ ઢોર પકડવામાં આવ્યા હતા. સોલિડ વેસ્ટ શાખાના કાર્યપાલક ઇજનેરના જણાવ્યા અનુસાર જામ્યુકો દ્વારા ચાલુ વર્ષ દરમ્યાન કુલ 1401 ઢોર પકડવામાં આવ્યા છે.

જે પૈકી 745 ઢોરને અમદાવાદ સ્થિત પાંજરાપોળમાં મોકલી આપવામાં આવ્યા છે. સાથે-સાથે રઝળતા ઢોરના માલિકો સામે ફોજદારી કાર્યવાહી કરવાની વધુ એક વખત ચેતવણી ઉચ્ચારવામાં આવી છે.