જામનગરમાં વ્યાજની પઠાણી ઉઘરાણીની મયુરસિંહ અને શક્તિસિંહ સામે ફરિયાદ : સામા પક્ષે જમીનનો સોદો ફોક થતા સુથીના રૂપિયા માંગ્યાનો આક્ષેપ

0
2357

જામનગરમાં વ્યાજે પૈસા આપવા બાબતે યુવાનને માર મારી મોબાઇલ લુંટી લીધાની ફરિયાદ..

સુત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ પંકજ વિનોદભાઈ મુંગરાએ જેના વિરુદ્ધ ફરિયાદ આપેલ હોય તેના પિતા વિનોદ હંસરાજ મુંગરાએ શક્તિસિહ રામસિહ જાડેજાને જમીન વેચાણ પેટે આપેલ હોય, બાદમાં કરાર રદ થતા જે પૈસા પરત આપવાના હતા..! તે મુદો કારણભૂત હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.! દેશ દેવી ન્યુઝ જામનગર 30.: જામનગર શહેરના રણજીત સાગર રોડ પર આવેલી પુષ્કરધામ સોસાયટીમાં રહેતાં પંકજ વિનોદ મુંગરા નામના યુવાને મયુરસિંહ જાડેજા ચાર વર્ષ અગાઉ રૂા.3,50,000 પાંચ ટકા વ્યાજે લીધા હતાં અને તેનું વ્યાજ પણ સમયસર ભરતો હતો અને આજ દિવસ સુધીમાં 4,00,000 જેટલી રકમ ચુકવી દીધી હતી તેમ છતાં મયુરસિંહ અને શકિતસિંહ જાડેજા નામના બે શખ્સોએ પંકજને બુધવારે રાત્રીના સમયે એસટી રોડ પર આવેલી ફાયનાન્સની ઓફિસે બોલાવ્યો હતો અને બંન્ને શખ્સોએ સાડા સાત લાખ બરજબરી પૂર્વક માંગતા યુવાને પૈસા આપવાની ના પાડી હતી.

જેથી બંન્ને શખ્સોએ પંકજ ઉપર લાકડાના ધોકા વડે હુકલો કરી મારી નાખવાની ધમકી આપી યુવાનનો રૂા.15,000 ની કિંમતના મોબાઇલ ફોનની લુંટ ચલાવી હતી. ત્યારબાદ યુવાને આ અંગેની જાણ કરતાં પીઆઇ મહાવીરસિંહ જે.જલુ તથા સ્ટાફે પંકજના નિવેદનના આધારે બંન્ને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.