જામનગરના લોકોને લાલચી આપી શીશામાં ઉતારનાર પાટણના સગીર સામે ફરિયાદ
- ફિલ્મ અભિનેતાઓ અને ટેલિવિઝનના કલાકારોની શુભેચ્છા અપાવવાની લાલચ આપી નાણાં પડાવ્યાની ફરિયાદ
દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૬ એપ્રિલ ૨૩ : જામનગરમાં આવેલી લવલી વેડિંગ મોલ નામની કંપની કે જેઓ દ્વારા જુદા જુદા નાગરિકોને જન્મદિવસથી પાર્ટી અથવા અન્ય સામાજિક પ્રસંગો માટે ડિજિટલ ગ્રુપ, ગુજરાતી મુવી, અને ટેલિવિઝનના સેલિબ્રિટી અથવા તો સિંગર પાસેથી બર્થડે વીસ અંગેના વિડીયો બનાવી આપવાનું કામ કરવામાં આવે છે, અને તેઓ દ્વારા પોતાની કંપની માટે ડિજિટલ પ્લેટફોર્મ પર સેલિબ્રિટી ના વિડીયો વગેરે બનાવી આપવા ની પ્રક્રિયા ચલાવવામાં આવે છે.
જે કંપની નો લોગો અને વેબસાઈટનો ઉપયોગ કરીને પાટણના એક સગીર વયના પોતાના મોબાઈલ નંબર નાખીને મીડિયામાં લોકોને છેતરવાનું શરૂ કર્યું હતું, અને જામનગર શહેરના ઉપરાંત અન્ય વિસ્તારના કેટલાક નાગરિકો કે જેઓને સેલિબ્રિટી નો સંપર્ક કરી વિડીયો બનાવી આપવાના ડિજિટલ માધ્યમથી પૈસા ટ્રાન્સફર કરાવી લીધા હતા. ત્યારબાદ કોઈ ગ્રીટીંગ્સ બનાવી આપ્યા ન હતા, અથવા તો આડીઅવળી પોસ્ટ તૈયાર કરીને આપી હતી, અને લોકોના નાણા ખંખેરવાનું શરૂ કર્યું હતું.
જામનગરની લવલી વેડિંગ મોલ કંપનીને આ અંગેની જાણ થતાં તેમણે તરત જ જામનગરના સાઇબર ક્રાઇમ સેલનો સંપર્ક સાધ્યો હતો, અને અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના અનુસંધાને ઊંડાણપૂર્વકની તપાસના અંતે અને સોશિયલ મીડિયાના જુદા જુદા સોર્સ મારફતે આરોપીનું લોકેશન શોધી કાઢ્યું હતું, અને તેનું લોકેશન પાટણ જિલ્લાના સમી તાલુકાના ભદ્રડા ગામનું મળ્યું હતું. જ્યાં રહેતો અને અભ્યાસ કરતો એક સગીરવય નો વિદ્યાર્થી કે જેના દ્વારા આ અપલોડ કરવામાં આવતું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી સાઇબર સેલ ની ટીમે તેને જામનગર લઈ આવ્યા પછી અદાલતમાં રજૂ કર્યો હતો. જામનગરની અદાલતે તેને જામીન પર મુક્ત કર્યો છે. જેણે 6 થી વધુ વ્યક્તિ પાસેથી નાણા પડાવી લીધા હોવાનું ધ્યાનમાં આવ્યું છે.