યુવતિને સોશિયલ મીડિયામાં બદનામ કરવા સબબ લાલપુરના યુવાન સામે ફરિયાદ

0
2067

ભાટિયાની યુવતિને સોશિયલ મીડિયામાં બદનામ કરવા સબબ યુવાન સામે ફરિયાદ

યુવતીના ફોટો સોશિયલ મીડિયામાં અપલોડ કરી અભદ્ર મેસેજ કર્યા

લાલપુર તાલુકાના નાંદુરી ગામના મિત્ર મિલન નારણભાઈ વરુ સામે નોંધાઇ ફરિયાદદેશ દેવી ન્યુઝ જામનગર ૧૩ જૂન ૨૨ ખંભાળિયા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતી એક યુવતીએ તેના મિત્રને લગ્ન કરવાની ના પાડતા આરોપી મિત્રએ વારંવાર ફોન કરી અપશબ્દો બોલી તેના ભાઇના નામનું ફેક આઈડી બનાવી, તેણીના ફોટા તથા ડાન્સ કરતો વીડિયો બદનામ કરવાના ઈરાદા અપલોડ કરી તથા અભદ્ર ભયજનક મેસેજ કરી તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આઇટી એક્ટ સહિતની કલમો મુજબ આરોપી સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગમે રહેતી 20 વર્ષીય યુવતીએ પોતાના જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નાંદુરી ગામના મિત્ર મિલન નારણભાઈ વરુને લગ્ન કરવાની માંગણી સામે ના પાડી હતી. લગ્નની માગણી ન સ્વીકારતા આરોપી મિલનએ તેણીને અવારનવાર ફોન કરી, અપશબ્દો બોલી તેમજ તેના ભાઇનું બનાવટી એકાઉન્ટ સોશિયલ મીડિયામાં બનાવી, તેણીના ફોટા તથા ડાન્સ કરતો વીડિયો બદનામ કરવાના ઈરાદે અપલોડ કરી તેમજ અભદ્ર ભયજનક મેસેજ કરી, જો તેણીની તેની સાથે લગ્ન ન કરે તો તેના ભાઈ તથા કુટુંબને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ સંદર્ભે સાઇબર ક્રાઇમ માં અરજી કરવામાં આવી હતી.ગઈકાલે કલ્યાણપુર પોલીસ દફતરમાં આઇટી એક્ટની કલમ મુજબ આરોપી મિલન સામે યુવતીએ ફરિયાદ દાખલ કરાવી હતી જેને લઇને ખંભાળિયા પી.આઈ કે.બી. યાજ્ઞિક સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.