જામનગરમાંથી આરોપી નાસી જવાના પ્રકરણમાં પોલીસકર્મી સામે ફરિયાદથી ખળભળાટ.
આરોપી તોસીમ આમદભાઇ ખફી જાજરૂ જવાનું બહાનું કાઢી પોલીસને થાપ આપી નાસી જતા પોલીસે ચારો તરફ નાકાબંધી કરી આરોપીને લાખાબાવળ નજીકથી ઝડપી લઇ સરાભરા કરી કાયદાનું ભાન કરાવ્યું હતું આરોપી ભાગી જવાના સમાચારની સાથે જ જામનગર પોલીસ ધંધે લાગી હતી.
આરોપીને ભગાડવા અંગેની કલમ હેઠળ ગુનો નોંધીને ધરપકડ બાદ પોલીસકર્મી મુક્ત..
દેશ દેવી ન્યુઝ નેટવર્ક ૧૯.જામનગર શહેરના સુમરા ચાલીમાં થયેલ જુથ અથડામણમાં હત્યાના પ્રયાસનો આરોપી ઝડપાયા બાદ ગઈકાલે પોલીસ લોકઅપમાંથી ભાગી જતાં પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી.
જેમાં પોલીસે જવાબદાર પોલીસકર્મી સામે ગુનો નોધીને ધરપકડ કરવામાં આવતાં પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. જામનગર શહેરમાં સુમરાચાલીમાં ગત રવિવારે બે જુથ વચ્ચે થયેલી અથડામણમાં ૨ મહિલા સહિત ૧૩ શખસો સામે ગુનો નોંધાયો હતો. જે અંગેની સીટી એ ડિવિઝનના સ્ટાફે તપાસ હાથ ધરીને મંગળવારે એક જુથના ૫ શખસોની અને બીજા જુથના એક શખસ તૌસિફ આમદ ખફીની ધરપકડ કરી હતી. ૬ શખસોની ધરપકડ બાદ રાત્રે લોકઅપમાં એક જુથના ૫ શખસોને રાખ્યા હતાં.
જ્યારે બીજા જુથનો તૌસીફને લોકઅપની બહાર રાત્રીના બેસાડ્યો હતો ત્યારે સવારે આરોપી લઘુશંકા કરવાનું કહીને પોલીસ સ્ટેશનમાંથી નાશી છુટતાં પોલીસબેડામાં દોડધામ મચી ગઈ હતી પોલીસે થોડી કલાકો બાદ શખસને મસીનીયા લાખાબાવળની સીમમાંથી ઝડપી લીધો હતો તેને ફરી સીટી એ ડિવિઝનમાં લાવવામાં આવ્યો હતો.
આ દરમ્યાન ફરજ પર રહેલા પોલીસકર્મી ASI રસીક ધરમશીભાઈ શીંગાળાએ પોતાની ફરજમાં બેદરકારી દાખવી હોવાથી તેની સામે આરોપીને ભગાડી દેવા અંગેનો થાણા અધિકારીના હુકમથી ગુનો નોંધ્યો હતો. જે બાદ તેની ગઈકાલે મોડી સાંજના ધરપકડ કર્યા બાદ આજે જામીન મુક્ત થયા હતાં.