જામનગર વીજ અધિકારીની ફરજમાં રૂકાવટ કરી માર માર્યાની 5 સામે ફરીયાદ

0
2706

જામનગર : કાલાવડ પંથકના ભાયુ ખાખરીયામાં વીજ અધિકારીની ફરજમાં રૂકાવટ કરી માર માર્યાની એક જ પરિવારનાં પાંચ સામે ફરિયાદ

  • આરોપી :- (૧) માવજી પોપટ કપુરીયા (ર) ભાવેશ માવજી કપુરીયા (૩) હર્ષિદાબેન ભાવેશ કપુરીયા (૪) જયેશ માવજી કપુરીયા (પ) ઋત્વિક કપુરિયા

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૯ જૂન ૨૩ જામનગર કાલાવડ તાલુકાના ભાયુ ખાખરીયા ગામના જુના સર્વે નં. 66 તથા પ્રમોલગેશન નવા સર્વે નં. 85 વાળીમાં એસડીએમ ગ્રામ્ય વિભાગના હુકમ મુજબ જેટકો કંપનીની ટીમ દ્વારા વીજપોલ ઉભા કરવાની કામગીરી કરવામાં આવી રહી હતી દરમિયાન તા. 1જૂન ના સવારે વાડી માલિક કપુરીયા પરિવારના પાંચ વ્યક્તિઓએ પોતાના વાડી-ખેતરમાં વિજપોલ ઊભા કરવાની ના પાડી હતી. અને ગેરકાયદે મંડળી રચી અલગ અલગ વાહનોમાં ત્યાં ઘસી ગયા હતા અને બબાલ કરી હતી.

દરમિયાન જયેશ માવજી કપુરીયાએ સરકારી કર્મચારીને પ્લાસ્ટિકના પાઇપથી માર માર્યો હતો અને અહીં થાંભલા નાખશો તો તમને મારી નાખીશ એવી ધમકીઓ આપી હતી. આ અંગે જેટકોનાં અધિકારી બંસીભાઈ કિશોરભાઈ ગોહેલએ પોતાની સરકારી ફરજ માં રૂકાવટ ઊભી કરી માર મારવા અંગે બાવા ખાખરીયાના માવજી પોપટ કપુરીયા, ભાવેશ માવજી કપુરીયા, હર્ષિદાબેન ભાવેશ કપુરીયા, જયેશ માવજી કપુરીયા અને ઋત્વિક કપુરિયા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.