લાલપુરના કોન્ટ્રાકટર યુવાનને પતાવી દેવા રૂા. પાંચ લાખની ‘સોપારી’ અપાઇ
નારણ ચના બડિયાવદરા અને ડાડુ સાજણ ગાગલિયા સામે ફરિયાદ
બે શખસોએ કોન્ટ્રાકટ કીલરને રૂા.5 લાખની સોપારી આપી કાવતરુ રચ્યા અંગેનું ખુલતા પોલીસે બે શખ્સો બે શખ્સો સામે ફરિયાદ નોંધી તપાસ આંરભી છે.
દેશ દેવી ન્યુઝ જામનગર 11.લાલપુર તાલુકાના ચોરબેડી ગામના વતની અને લાલપુરમાં આવેલા સાનિધ્ય પાર્કમાં રહેતા તથા ક્સ્ટ્રકશનનો વ્યવસાય કરતા પ્રવિણ કાનાભાઈ વસરા નામના યુવાને કૈલાશ ઈન્ફ્રાસ્ટ્રકચર કંપની સાથે પવનચકકીનુું કામ રાખ્યું હતું અને કામ પણ ચાલુ હતું તેમજ લાલપુર તાલુકાના રીંઝપર ગામમાં રહેતાં નારણ ચના બડિયાવદરાએ પણ આ જ કંપની પાસે કામની માંગણી કરી હતી પરંતુ,કંપનીએ નારણને કામ આપ્યું ન હતું.જેથી આ બાબતનો ખાર રાખી પ્રવિણ વસરા ગત તા.17 નવેમ્બરના રોજ તેના સ્ટાફ સાથે પવનચકકીના વાહનો લઇ લાલપુર બાયપાસ શહીદ ગાર્ડન પાસેથી પસાર થતો હતો ત્યારે રોડના કાંઠે ઓસમાણ બાપુની જગ્યા ભાડે રાખી નારણ તથા તેના ભાઈએ સિમેન્ટના પોલ ઉભા કર્યા હતાં. આ બાબતે બન્ને ભાઈઓને સમજવવા જતાં પ્રવિણ વિરૂધ્ધ નારણભાઈએ માર માર્યાની ફરિયાદ નોંધાવી હતી.
આ હુમલાનું મનદુ:ખ રાખીને નારણ ચના બડિયાવદરા અને ડાડુ સાજણ ગાગલિયા નામના બે શખ્સોએ કોન્ટ્રાકટર પ્રવિણને મારી નાખવાનું પૂર્વ આયોજિત કાવતરુ રચી હુશેન ગુલમામદ સમાને પાંચ લાખ રૂપિયા અથવા જૂનો ટ્રક આપી દેવાની વાત કરી ડટ ભરેલો ટ્રક કોન્ટ્રાકટર પ્રવિણ ઉપર ચડાવી દેવાની સોપારી આપી હોવાનું ખુલતા કોન્ટ્રાકટરે આ અંગે જાણ કરતા પીએસઆઈ ડી.એસ.વાઢેર તથા સ્ટાફે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી બન્ને શખ્સોની ધરપકડ માટે તજવીજ હાથ ધરી હતી.