કોમી એકતા : ગણેશ આયોજક દ્વારા મુસ્લિમ આગેવાનોનું ફુલહાર થી અભિવાદન કરાયું

0
4081

જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં મુસ્લિમ સમાજ દ્વારા નીકળેલા જુલુસ દરમિયાન કોમી એકતા ના દર્શન થયા

  • ચાંદી બજાર સ્થિત ગણેશ મરાઠા મંડળ ના આયોજકો દ્વારા મુસ્લિમ આગેવાનો નું ફુલહાર થી અભિવાદન કરાયું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૬ સપ્ટેબર ૨૪, જામનગરમાં આજે મુસ્લિમોના ઇદના તહેવાર ને લઈને ચાંદી બજાર સર્કલમાંથી નીકળેલા ઝુલુસ દરમિયાન કોમી એકતાના દર્શન થયા હતા. ચાંદી બજાર સ્થિત ગણેશ ના પાંડાલ પાસેથી ઝુલુસ પસાર થયું ત્યારે ગણપતિ મંડળના આયોજકોએ મુસ્લિમ બિરાદરોના મુખ્ય હોદ્દેદારો અને આગેવાનો નું ફૂલહાર થી સ્વાગત કરાતાં કોમી એખલાસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં ગણેશ મરાઠા મંડળ દ્વારા ૨૮ વર્ષથી ગણેશ ઉત્સવ ઉજવાય છે, અને સમગ્ર ચાંદી બજાર સર્કલને ઝડહળતી રોશની થી સજજ બનાવાયો છે, ત્યારે આજે ઇદના તહેવારના દિવસે સાંજના સમયે મુસ્લિમ સમાજ દ્વારા જુલુસ કાઢવામાં આવ્યું હતું, ત્યારે ગણપતિના પાંડાલ પાસેથી ઝુલુસ પસાર થતાં મંડળના આયોજકો દ્વારા મુસ્લિમ અગ્રણીઓને ફૂલહાર તેમજ બુકે અર્પણ કરીને તમામને સન્માનિત કર્યા હતા, અને જામનગર શહેરમાં હિન્દુ-મુસ્લિમ ભાઈઓ એકતાથી રહીને સમગ્ર તહેવારો ધામધૂમ પૂર્વક ઉજવે છે, તે પ્રકારેના દર્શન કરાવ્યા હતા.મુસ્લિમ બિરાદરો એ પણ હિન્દુ સમાજના આગેવાનોનું અભિવાદન ઝીલ્યું હતું અને એકબીજાને શુભેચ્છા તેમજ મુબારકબાદી પાઠવી હતી. મહાદેવ હર મિત્ર મંડળના પ્રમુખ રાજુભાઈ મહાદેવ હાજર રહ્યા હતા, જ્યારે સીટી ડીવાયએસપી એન. જે. ઝાલા, સીટી એ. ડિવિઝનના પી.આઇ. એન. એ. ચાવડા તથા વિશાળ પોલીસ કાફલો પણ ઉપસ્થિત રહ્યો હતો.