જોડીયા તાલુકાના માવ નું ગામમાં થયેલી ચોરીનો ભેદ LCB ની ટુકડીએ ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખ્યો
-
રૂપિયા ૧.૨૩ લાખ નું સોનુ અને રોકડ સહિતની ચોરાઉ સામગ્રી સાથે માળીયા મીયાણાના એક તસ્કર ને ઝડપી લીધો
-
ચોરીમાં સંડોવાયેલી એક મહિલા સહિત અન્ય બે તસ્કરો ની પોલીસ દ્વારા શોધખોળ
-
એલસીબી ની ટુકડીએ ચોરીનો ભેદ ઉકેલવા બે દિવસના રાત ઉજાગરા કરીને ૪૦ સીસીટીવી કેમેરા તપાસ્યા
-
ભિક્ષા વૃતિ કરવાના બહાને ત્રણેય તસ્કરોએ રેકી કરીને ચોરી ને અંજામ આપ્યો
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૧ ડીસેમ્બર ૨૪, જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના માવનુ ગામમાં રહેતા એક ખેડૂતના મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં એલસીબીની ટુકડીને મહત્વની સફળતા સાંપડી છે, અને ગણતરીના કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલી નાખીને એક ટાસ્કરને ઝડપી લીધો છે, અને તેની પાસેથી રોકડ રકમ અને સોનુ સહિત તમામ ચોરાઉ સામગ્રી કબજે કરી લીધી છે. ત્યારે તેની સાથે ચોરી કરવા માટે આવેલા અન્ય એક દંપતીને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.આ બનાવની વિગત એવી છે કે જોડિયા તાલુકાના માવનું ગામમાં રહેતા અને ખેતી કામ કરતા દયાળજીભાઈ પેથાભાઇ રામપરિયા નામના ખેડૂતના બંધ રહેણાંક મકાનમાંથી ધોળે દહાડે ચોરી થઈ હતી, અને તસ્કરો રૂપિયા ૧.૨૩ લાખ નું સોનુ તેમજ ૮,૧૦૦ ની રોકડ રકમ સહિતની માલમતા ચોરી ગયા હતા.
જે અંગેની ફરિયાદ જોડિયા પોલીસ મથકમાં નોંધાવ્યા પછી એલસીબીની ટુકડી હરકતમાં આવી હતી, અને એલસીબીના પી.આઇ.વી.એમ. લગારિયા તેમજ પીએસઆઇ પી.એન. મોરી અને એ. કે. પટેલ ની રાહબરી હેઠળ સમગ્ર એલ.સી.બી.ની ટીમે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરીને ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.
માળીયા મીયાણા વિસ્તારમાં રહેતા રૂપસિંગ ઉર્ફે રૂપલો રસિકભાઈ રાઠોડ નામના તસ્કરને ઝડપી લીધો છે, અને તેની પાસેથી ચોરીમાં ગયેલું ૧.૨૩ લાખનું સોનું અને ૮,૧૦૦ ની રોકડ રકમ વગેરે કબજે કરી લીધા છે. તેની સાથે ચોરી કરવા માટે આવેલા અજય હિંમતભાઈ રાઠોડ અને રોમાબેન અજયભાઈ રાઠોડ નામના દંપત્તિ હાલ ભાગી છૂટ્યા હોવાથી તેઓને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે
જોડીયા ના માવનું ગામમાં થયેલી ચોરી નો ભેદ ઉકેલવા માટે એલસીબી ની ટીમેં બે દિવસના રાત ઉજાગરા કર્યા હતા, અને એલસીબીના દિલીપભાઈ તલાવડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, તેમજ કાસમભાઇ બ્લોચ કે જેઓએ જ્યાં ચોરી થઈ હતી, ત્યાંથી અલગ અલગ વિસ્તારોમાં સીસીટીવી કેમેરાઓ ચેક કરવાનું શરૂ કર્યું હતું, તેમ જ એક ડમ્પર નો અવરજવર કરવા માટેની કળી મળી હતી, તેના આધારે ટોલનાકા પરથી ડમ્પર ના નંબરો મેળવ્યા હતા, ત્યારબાદ અલગ અલગ ૪૦ થી વધુ સીસીટીવી કેમેરાઓ ચકાસયા હતા, જેના આધારે તસ્કરોને શોધવામાં સફળતા મળી હતી, અને આખરે ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો હતો.
તસ્કર ટોળકી દ્વારા દિવસ દરમિયાન ભિક્ષાવૃત્તિ કરવામાં આવી હતી, જે દરમિયાન તેઓને ઉપરોક્ત મકાન બંધ જણાયું હતું જેથી તે બંધ મકાનમાં ત્રાટકયા હતા, અને ચોરી કરીને એક ડમ્પર ની મદદથી તેઓ પરત માળીયા મીયાણા ભાગી છૂટ્યા હતા, પરંતુ એલસીબી ની ટુકડી એ સમગ્ર ઘટના અંગે ઊંડાણપૂર્વકની તપાસના અંતે તસ્કરને પકડી લેવામાં સફળતા મેળવી હતી.