જામનગરમાં શ્રી અન્નપૂર્ણા માતાજીના વ્રત નો પ્રારંભ : મંદિરમાં ભક્તોની ભીડ

0
1

છોટી કાશી, જામનગરમાં શ્રી અન્નપૂર્ણા માતાજીના વ્રત નો પ્રારંભ: મંદિરમાં ભક્તો ની ભીડ જામી

 દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૭ ડીસેમ્બર ૨૪, ‘છોટીકાશી’ કહેવાતા જામનગરમાં અન્નપૂર્ણા ચોકડી નજીક આવેલ શ્રી અન્નપૂર્ણા માતાજીના પ્રાચીન મંદિરે અન્નપૂર્ણા માતાના વ્રત નો પ્રારંભ થઇ ચૂક્યો છે.અને શ્રદ્ધાળુઓ ની ભીડ ઉમટી રહી છે. માગશર સુદ છઠ્ઠ થી આરંભ થતું ર્માં અન્નપૂર્ણાનું વ્રત ૨૧ દિવસ ચાલે છે. આ વ્રત કરનારાઓના ઘેર અન્નભંડાર સતત ભરેલા રહેતા હોવાની અને સમૃદ્ધિના આશીર્વાદ મળતા હોવાની માન્યતા છે. જેને પગલે મોટા પ્રમાણમાં મહિલાઓ આ વ્રત કરે છે. શહેરમાં આવેલ શ્રી અન્નપૂર્ણા માતાજીનું મંદિર સૈકાઓ પ્રાચીન હોય પેઢીઓથી શ્રદ્ધાળુઓની શ્રદ્ધાનું કેન્દ્ર છે. અહીં વ્રત દરમિયાન નિયમિત હજારો દર્શનાર્થીઓનું આગમન થાય છે. આ ઉપરાંત હવાઈ ચોક નજીક સત્યનારાણ મંદિર રોડ પાસે આવેલ શ્રી હજારેશ્વર મહાદેવ મંદિર સંકુલમાં પણ શ્રી અન્નપૂર્ણા માતાજીનું મંદિર આવેલ હોય ત્યાં પણ દર્શનાર્થીઓ ઉમટે છે.