યુવાનને પગમાં ઘોકા મારી હત્યાના ઇરાદે થાર જીપ માથે ચડાવાની કોશીષ કરતા માંડ જીવ બચ્યો.દેશ દેવી ન્યુઝ જામનગર 14. જામનગરના મુંગણીમાં ફરિયાદીના કાકા નરેન્દ્રસિંહ પુજાજી કચવાની દિકરીની સગાઈ હોય જે સગાઇનુ આમંત્રણ આરોપીઓને ફરિયાદીએ આપેલ નહીં જેનું આરોપીઓને મનદુખ થતા આરોપીઓ આમંત્રણનું મનદુખ રાખી આરોપીઓ પૈકી આરોપી જયરાજ જાડેજાએ પોતાની થાર ફોરવીલ જીપ લઈ નરેન્દ્રસિંહ ઉર્ફે કાના કંચવાના કાકા ના ઘર પાસે જઈ ફરિયાદીને ગાળો કાઢી તથા ફરિયાદી ગાળો આપવાની ના પાડતા આરોપી જયરાજસિંહ જાડેજા વધુ ઉસ્કેરાય જઇ વધારે ગાળો દેવા લાગેલ અને આરોપી રવિરાજસિંહ જાડેજા અનેરવિરાજસિંહ ધેલુભા કેર ક્રેટા કાર માં ફરિયાદીના કાકાના ઘર પાસે આવી તલવાર તથા ધોકા જેવા હથિયારો લઇ આવી આરોપી નંબર જાફર વશા સ્વીફ્ટ કાર નંબર ૯૨૦ વાળી માં આવી ચારેય આરોપીઓ એક સંપ કરી નંબર યુવાનને મરણતોલ માર મારેલ અને જયરાજસિંહ અને ૨વિરાજસિંહ જાડેજા ફરિયાદી નરેન્દ્રસિંહને તલવાર વતી બંને પગે નળાના ભાગે ઘા કરી નળા ભાંગી નાંખી ગંભીર ઈજા કરી કરી હતીવાત અટલેથી ન અટકતા રવિરાજસિંહ ધેલુભા કેર અને જાફર વશા નામના શખ્સોએ ધોકા વડે શરીરે અને ડાબા હાથે બાવળા પાસે વધુ મુંઢ ઇજા કરી હતી આરોપી જયરાજ અને રવિરાજે પોતાની ફોરવીલ થાર લઈને મારી નાખવાના ઇરાદે ફરી ઉપર ચડાવવા રન કરતા સાહેદે ફરીને ખેચી લેતા મારી નાખવાની ખૂનની કોશિશ કરી હતી તેમાં નરેન્દ્રસિંહ માંડ માંડ બચ્યા હતા જેથી ફોરવીલ થારથી ત્રણ બાઈક ઉપર ચડાવી નુકસાન કરી એકબીજાને મદદગારી કરી બધળાટી બોલાવી નાસી છૂટયા હતા. આથી યુવાનને લોહીલુહાણ હાલતમાં જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતો જ્યા પોલીસે જરૂરી નિવેદન લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી
સિક્કા પોલીસે નરેન્દ્રસિંહ કંચવાની ફરીયાદ પરથી ઇ.પી.કો કલમ -૩૦૭, ૩૨૫, ૩૨૩ , ૫૦૪, ૪૨૭, ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ -૧૩ પ (૧ ) મુજબ ગુનોં નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં છે વધુ તપાસ સિક્કા પોલીસ સ્ટેશનના PSI વી.જે ગઢવી ચલાવી રહ્યા છે.