જામનગરના પુનીતનગરમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ગણત્રીના દિવસોમાં ઉકેલી નાખતી સીટી બી-સર્વેલન્સ સ્ક્વોડ

0
903

જામનગરમાં ઘરફોડ ચોરી કરનાર ઇસમને ગણત્રીના દિવસોમાં ઝડપી લેતી ‘સીટી બી-સર્વેલન્સ સ્ક્વોડ’

આરોપી શખસ રાકેશ કારાભાઈ મેરની ધરપકડ : રૂા.2.31 લાખ રોકડા પણ જપ્ત કર્યા.તા.02/10/2021ના પુનીતનગર, મહેશ્વરીવાસ, ખીમજીભાઈના મકાનમાંથી ચોરેલ હોવાની કબુલાત

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ૦પ. જામનગરના ગાંધીનગર મોમાંઈ નગર શેરી નંબર 3 ના છેડે પુનિત નગર ખાતે મહેશ્વરી વાસમાં રહેતા ખીમજી જેઠાભાઇ આયડીના રહેણાંક મકાને ગત તારીખ 1 ના રાત્રીના કોઈ પણ સુમારે ઘરનો દરવાજો કોઇ અજાણ્યા શખ્સોએ ખોલી અંદર પ્રવેશીને અભેરાઈ પર ડબ્બામાં રાખેલા રોકડ રૂપિયા બે લાખ છત્રીસ હજાર પાંચસો ચોરી કરીને લઇ ગયા હતા.

ખીમજીભાઇ દ્વારા અજાણ્યા ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા સીટી બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પો.હેડ કોન્સ. ફેઝલભાઇ ચાવડા તથા ક્રિપાલસિંહ જાડેજા તથા પો.કોન્સ. કિશોરભાઇ પરમાર ને ચોકકસ સયુંક્ત બાતમી રાહે હકીકત મળેલ કે,

જે હકીકત આધારે વોચ ગોઠવી આરોપી રાકેશ કારાભાઈ મેર જાતે કોળી ઉવ.20 ધધો કડીયાકામ રહે. માતૃ આષીશ સોસાયટી, ટી.બી.હોસ્પીટલ પાછળ, ખોડીયાર પાન વાળી ગલી, શેરી નં 5, જામનગર વાળો પોતાના હાથમા થેલી લઇને નીકળતા જેમાં જોતા રોકડા રુપીયા ગણી જોતા 2,31,000 હોય જે રોકડા રૂપીયા બાબતે પુછતા પ્રથમ આડી અવળી વાતો કરી બાદમાં યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા ગત તારીખ 02/10/2021 ના પુનીતનગર, મહેશ્વરીવાસ ખીમજીભાઈના મકાનમાંથી ચોરેલ હોવાનુ કબુલાત આપતા મજકુર આરોપી પાસેથી ચોરીમાં ગયેલ રોકડા રૂપીયા 2,31,000/- રીકવર કરેલ છે.

સદરહું ગુન્હાના કામે કોવીડ-19 ના કામે કોરોના ટેસ્ટ કરાવી આ ગુન્હાના કામે અટક કરવા પર બાકી રાખેલ છે.

આ કામગીરીમાં પો.ઈન્સ.શ્રી કે.જે,ભોયે તથા પો.હેડ કોન્સ. શોભરાજસિંહ જાડેજા, રવીરાજસિંહ જાડેજા, રાજેશભાઈ વેગડ, ક્રિપાલસિહ જાડેજા તથા રવીન્દ્રસિંહ જાડેજા, ફૈેઝલભાઇ ચાવડા તથા પો.કોન્સ શિવભદ્રસિહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા. હરદીપભાઇ બારડ, કિશોરભાઈ પરમાર, દેવેનભાઇ ત્રિવેદી દ્વારા કરવામાં આવેલ છે.