જામનગર રંગમતી નદીમાં માછલાના મોત પાછળ કેમિકલયુક્ત પાણી જવાબદાર

0
1573

જામનગર નજીક ની રંગમતી નદી મા માછલા નાં મોત માટે ઝેરી કેમિકલ જવાબદાર હોવા નું પ્રાથમિક તારણ

દેશ દેવી ન્યુઝ જામનગર તાં. ૧૦ નવેમ્બર ૨૩, જામનગર તાલુકા ના દરેડ – ચેલા માર્ગે રંગમતી નદી ના પાણી માંથી હજારો ની સંખ્યામાં મૃત માછલા નજરે ચડ્યા હતા. જે અંગે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નાદી નાં પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમાં પ્રાથમિક કારણ એવું જણાયું હતું કે ઝેરી અને કેમિકલ યુક્ત પાણી ના કારણે માછલા નાં મૃત્યુ થયા હતા. પરિણામે આ વિસ્તારમાં ચાલતા એક કારખાના ને બંધ કરવા પણ આદેશ કરવામાં આવ્યો છે.જામનગર નજીકના દરેડ ગામ પાસે થી પસાર થતી રંગમતી નદી ના પાણી માંથી બે દિવસ પહેલા અસંખ્ય માછલા નાં મૃતદેહ મળી આવ્યા હતા. આથી જામનગર ની પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ની કચેરીના અધિકારી કલ્પનાબેન પરમાર પોતાની ટીમ સાથે તપાસ સાથે દોડી ગયા હતા. અને અલગ અલગ ચાર થી પાંચ જગ્યાએ થી નદીના પાણી માંથી નમુના લઇ પૃથ્થકરણ માટે મોકલ્યા હતા. જેમાં પ્રાથમિક તારણ એવું જાણવા મળ્યું હતું કે કેમિકલ યુક્ત ઝેરી પાણી કારણે આ માછલા ના મૃત્યુ થયા છે.બીજી તરફ નજીક મા ધમધમતા એક બ્રસ્પાર્ટસ યુનિટ માંથી એસીડ વાળું કેમિકલયુક્ત પાણી નદી મા છોડવા માં આવતું હોવા નું ધ્યાનમાં આવતા આ યુનિટ ને બંધ કરવા નો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ની કચેરી દ્વારા આદેશ આપવા મા આવ્યો છે.