ચિકન વેચવા બાબતે માંસના વેપારી ઉપર ધોકાવારી : 2 મહિલા સહિત 5 સામે ફોજદારી

0
2206

ધ્રોલમાં માંસના વેપારી બાખડ્યા: એક વેપારી પર પાંચ શખ્સો દ્વારા હુમલો

  • ગ્રાહકને ખેચી જવા બાબતે બોલાચાલી બાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ધોકા ઉડ્યા

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૩૦ માર્ચ ૨૩ જામનગર ધ્રોલમાં ફૂલવાડી વિસ્તારમાં મુરઘીનું વેચાણ કરતા બે વેપારીઓ વચ્ચે ગ્રાહકોને ખેંચી જવા બાબતે તકરાર થઈ હતી, અને એક વેપારી ઉપર પડોશી વેપારીના પરિવારના બે મહિલા સહિતના પાંચ સભ્યોએ હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે ધ્રોલમાં રજવી સોસાયટીમાં રહેતા અને ફૂલવાડી વિસ્તારમાં મુરઘીના વેચાણની દુકાન ધરાવતા ઈમ્તિયાઝ હાજીભાઈ લાડક નામના 50 વર્ષના વેપારી યુવાને પોતાના ઉપર હુમલો કરવા અંગે પાડોશ માજ મુરઘીના વેચાણની દુકાન ધરાવતા નવાઝ રફીકભાઈ કટારીયા, ઉપરાંત તેના પરિવારના રફિક ઇસ્માઈલભાઈ, ઝાફર રફીકભાઈ, હુશેનાબેન રફીકભાઈ અને આસ્થાનાબેન રફીકભાઈ વગેરે સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી પોતાની દુકાને મુરઘીનું વેચાણ કરી રહ્યો હતો, જે દરમિયાન પાડોશી વેપારીએ આવીને જણાવ્યું હતું કે તું અમારા ગ્રાહકોને શું કામ ખેંચી જાય છે, તેમ કહી જીભાજોડી કરી હતી. ત્યારબાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં પરિવારના પાંચ સભ્યોએ લાકડાના ધોકા- લાકડી વડે હુમલો કરી દીધો હતો પોલીસે IPC કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ તથા જીપીએક્ટની કલમ ૧૩૫ (૧) મુજબ ગુનોં નોંધી સમગ્ર મામલે ધ્રોલ પોલીસ વધુ તપાસ ચલાવે છે.