જામનગર કાલાવડના હરીપર મેવાસા ગામે ફાઇરીંગની ઘટનાના CCTV ફુટેજ સામે આવ્યા

0
11151

કાલાવડ તાલુકાના હરીપર મેવાસા ગામમાં ફટાકડા ફોડવાના પ્રશ્ને બે પાડોશીઓ વચ્ચે તકરાર

  • એક પરિવારના મહિલા-બાળક સહિતના સાત સભ્યો પર ફાયરિંગ કરીને હત્યાનો પ્રયાસ કરાયાની પોલીસ ફરિયાદ

  • બંદૂકના જોટા અને દેશી બનાવટ ના બે હથિયારો સાથે આવેલા ચાર શખ્સોએ ફાયરિંગ કરી પથ્થર વડે હુમલો કર્યો

  • આરોપી :- (૧) યુનુસભાઇ તૈયબભાઇ હાલેપૌત્રા (૨) આસીફભાઇ તૈયબભાઇ હાલેપૌત્રા (૩) આમીનભાઇ યુનુસભાઇ હાલેપૌત્રા (૪) મામદભાઇ નાથાભાઇ સમા રહે. બધા હરીપર (મેવાસા) ગામ તા.કાલાવડ જી.જામનગર

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૯ નવેમ્બર ૨૪, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરીપર મેવાસા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા એક ખેડૂત પરિવાર ના સાત સભ્યો પર ગઈકાલે જૂની અદાવત નો ખાર રાખીને તેમજ ફટાકડા ફોડવાના તકરાર કરીને પાડોશી આરોપીઓએ બંધુક ના જોટા સહિત ના હથીયારમાંથી ફાયરિંગ કરી, છરી વડે તેમજ પથ્થર વડે હુમલો કર્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવાઈ છે, ત્યારે તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના હરીપર મેવાસા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ફિરોજભાઈ કાસમભાઇ હાલાણી નામના ૪૫ વર્ષના ખેડૂત યુવાને પોતાના ઉપર તેમજ પોતાના પરિવારના સાત સભ્યો ઉપર બંદૂક ના ઝોટા સહિતના હથીયારમાંથી ફાયરિંગ કરી જાનથી મારી નાખવાના ઇરાદે પથ્થર મારો કરીને હુમલો કરવા અંગે પાડોશી યુનુસ તૈયબભાઈ હાલેપોત્રા તેમજ આસિફ તૈયબ ભાઈ હાલેપોત્રા ઉપરાંત આમીન ભાઈ હાલેપોત્રા અને મામદભાઈ નાથાભાઈ સમા વગેરે સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદના જાહેર કરાયા અનુસાર ફરિયાદી ફિરોજભાઈ અને તેના ભાઈની બે પુત્રીઓ કે જે તાજેતરમાં રોકાવા માટે તારાણા ગામે આવી હતી, અને તે બંને પુત્રીઓના બાળકો પર પાસે ફટાકડા ફોડી રહ્યા હતા, જે આરોપીઓનો પસંદ ન હતું. તેથી તેને ફટાકડા ફોડવાની ના પાડતા ખેડૂત પરિવારને કહ્યું કે અમે ફટાકડા ફોડશુ. જેનો બંધુક રાખીને તેમજ અગાઉ પણ તકરાર કરી હતી, અને આ બાબતે મનદુઃખ રાખીને આ હુમલો કરાયા નું પોલીસમાં જાહેર થયું છેસમગ્ર ઘટના ની જાણ થતા કાલાવડ ગ્રામના પોલીસી ઇન્સ્પેક્ટર એન. બી. ડાભી બનાવના સ્થળે તેમજ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચી ગયા હતા, અને ફિરોજભાઈ કાસમભાઈ હાલાણીની ફરિયાદના આધારે આરોપીઓ સામે હત્યા પ્રયાસ સહિત  બી.એન.એસ. કલમ ૧૦૯ ,૧૧૫ (૨),૩૫૨, ૩૫૧(૨)(૩)  ,૧૨૫ (એ),૫૪ તથા આર્મ્સ એક્ટ કલમ ૨૫ (૧-બી) એ,૨૭ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ  જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. જ્યારે ફરીયાદી ફિરોજ તેમજ તેના ભાઈ તાજુ ઉપરાંત તેની બે પુત્રીઓ માતા અને બાળક સહિત કુલ સાત વ્યક્તિઓ ઘાયલ થઈ છે, અને હાલ જી જી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે  જેમાં કેટલાકના શરીરમાં બંદુકના જોટા ઘૂસી ગયા હોવાથી તે કાઢવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે.