શંકર ટેકરી વિસ્તારના કારખાનામાંથી છેલ્લા સાત મહિનાના સમયગાળા દરમિયાન કટકે કટકે કુલ ૮૪.૪૮ લાખનો ૧૯,૨૦૦ કિલો બ્રાસનો ભંગાર તસ્કરો ઉઠાવી ગયા..
- કારખાનામાં જ મજૂરી કામ કરતા કર્મચારીઓ સહિતના ૭ જેટલા શખ્સોનું કારસ્તાન હોવાની આશંકાઃ એલસીબી દ્વારા તપાસ હાથ ધરાઇ
- કારખાના સાથે જ મજૂરી કામમાં જોડાયેલા કેટલાક શખ્સોનું કારસ્તાન હોવાનું
- ભંગાર ચોરીના CCTV ફૂટેજ આવ્યા સામે ચોરી કરતા કેમેરામાં કેદ.
દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૦ ઓક્ટોબર ૨૨ જામનગરમાં આ બનાવની વિગતે એવી છે કે જામનગરમાં કૃષ્ણનગર શેરી નંબર-૧માં રહેતા અને શંકર ટેકરી ઉદ્યોગનગર વિસ્તારમાં સ્ટર્લીંગ એન્ટર પ્રાઇઝીસ નામનું બ્રાસપાર્ટનું કારખાનું ધરાવતા સુરેશભાઈ પ્રેમજીભાઈ હિરપરા નામના વેપારીએ ૮૪.૪૮લાખના ભંગાર ચોરી જવાની ફરિયાદ નોંધાવતા ચકચાર જાગી છે.બ્રાસપાર્ટના કારખાનેદારે ગઈકાલે સીટી સી ડિવિઝન પોલીસ મથકમાં પોતાના કારખાનામાંથી સાત મહિનાના સમયગાળા દરમિયાન કોઈ તસકરો રૂપિયા ૮૪ લાખ ૪૮ હજારની કિંમતના ૧૯૨૦૦ કિલો બ્રાસનો સામાન ચોરી થયાની ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે LCBએ તપાસમાં ઝૂકાવ્યું છે અને ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. જેમાં કારખાનામાં જ મિસ્ત્રી કામ નજીકના ભવિષ્યમાં જ આ ચોરીનો લાખ ૪૮ હજારની કિંમતના કરતા કર્મચારી સહિતનાનું ભેદ ખુલી જાય તેવી શક્યતા છે. પોલીસે વેપારીની ફરીયાદ પરથી અજાણ્યા શખ્સો સામે IPC કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ ગુનોં નોંધી તપાસમાં ઝંપ લાવ્યું છે.હાલતો જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે શંકાસ્પમંદો પુછપરછ અને CCTV ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ બનાવે શહેરભરમાં ખાસી ચર્ચાં જગાડી છે.