જામનગરમાં છૂટાની માંગણી કરી રોકડ લૂંટનાર ‘અજય’ ઝડપાયો
સત્યમ કોલોની અને જોગસ પાર્ક વિસ્તારમાંથી રોકડની ચીલઝડપ આચરનાર ઝડપાયો
રૂા.32 હજારની રોકડ રકમ અને 25 હજારની કિંમતનું લૂંટમાં ઉપયોગમાં લેવાયેલું બાઈક મળી કુલ રૂા.57,000 નો મુદ્દામાલ જપ્ત.
આ અંગેની વધુ વિગત મુજબ, જામનગર શહેરમાં થોડા સમય અગાઉ સત્યમ કોલોની અને જોગસ પાર્ક વિસ્તારમાંથી રોકડની ચીલઝડપ આચરનાર શખ્સ કામદાર કોલોની આજુબાજુના વિસ્તારમાં હોવાની હે.કો પ્રવિણ ખોલા અને પોકો મહેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જે.એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પીઆઇ કે.એલ.ગાધે, પીએસઆઇ આર.એલ. ઓડેદરા, હે.કો.ધર્મેન્દ્રસિંહ ઝાલા, પ્રવિણભાઈ ખોલા, જાવેદભાઈ વજગોળ, પ્રદિપસિંહ જાડેજા તથા પો.કો. મહેન્દ્રસિંહ જાડેજા, રવિ શર્મા, વિજયભાઈ કાનાણી, પ્રદિપસિંહ રાણા સહિતના સ્ટાફ દ્વારા કામદાર કોલોનીમાંથી પસાર થતા જીજે-10-ડીએફ-3120 નંબરના બાઈકચાલકને આંતરી અજય ઉર્ફે અજલો રાજેન્દ્ર બરછા નામના શખ્સને આંતરીને ઝડપી લીધો હતો.