કિશાન ચોકના લાલખાણ વિસ્તારમાં અડધી રાત્રે બધળાટી : મુસ્લિમ જમાતના પ્રમુખના પુત્રની મોટરકારમાં તોડફોડ
- આરોપી :- (૧) સદામ બાડો રહે- સુમરા ચાલી (૨) અબ્દુલ બાલાજી રહે સનસીટી-૨ (૩) અકરમ ઉર્ફે કારો રહે.સુમરાચાલી જામનગર
- તુ ‘ પોલીસને અમારી બાતમી કેમ આપશ તેમ કહી હુમલો કરતા નાસભાગ મચી
દેશ દેવી ન્યુઝ જામનગર તા. પ ડીસેમ્બર ૨૨ જામનગરના લાલખાણ વિસ્તારમાં ગઇકાલ રાત્રે મુસ્લિમ જમાત પ્રમુખના પુત્ર અશરફ ખફી ઉપર ત્રણ શખ્સોએ હથીયારો સાથે હુમલો કરી મોટરકારના કાચ તોડી નાખતા અફડાતફડી માહોલ સર્જાયો હતો.પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ શહેરના કિશાન ચોક, ચુનાનો ભઠો પાસેની રીધ્ધી સીધ્ધી સોસાયટી, શેરી નં.૧ માં રહેતા અને મુસ્લિમ જમાતના પ્રમુખના પુત્ર અશરફ ખફી પોતાના ઘરે જતા હતા ત્યારે લાલખાણ વિસ્તારમાં અડધી રાત્રે સુમરા ચાલીમાં રહેતો સદામ ઉર્ફે બાડો પોતાની એક્સેસ ગાડી રોડ વચ્ચે ઉભી રાખી અશરફ ખફીને અટકાવીને કહેલ કે તુ અમારી પોલીસને બાતમી કેમ આપશ તેમ કહી મનફાવે તેવી ભૂંડી ગાળો આપી એકસંપ થઇ બાતમી અંગેનો ખાર રાખી ત્રણ શખ્સે મારી નાખવાની ધમકી આપી અશરફ ખફીની આર્ટીકા ફોરવીલ રજી નં GJ-10-DJ-8273 પાછળના ભાગે કાચ તોડી તથા આગળ નંબર પ્લેટ તોડી આશરે રૂ ૫૦૦૦/- ની કીમતની વસ્તુનુ તોડફોડ કરી નુકશાનનાશી ગયા હતા આથી અશરફે પોલીસને જાણ કરતા કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બનાવની સઘળી વિગત મેળવી આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા બનાવની જાણના પગલે મુસ્લિમ સમાજના આગેવાનો દોડી ગયા હતા જેને લઈ શહેરભરમાં ભારે ચર્ચા જાગી હતી.આથી સીટી – એ ડિવિઝન પોલીસે અશરફખફીની ફરિયાદ પરથી ત્રણ શખ્સો વિરૂદ્ધ જાનથી મારી નાખવાની ધમકી સહિત IPC કલમ ૫૦૪, ૫૦૬(૨), ૪૨૭, ૩૪૧ તથા જી.પી. એક્ટ ૧૩૫(૧) મુજબ ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી હતી.