જામનગર થી દ્વારકા સેવામાં જતા કારસેવકોને નડ્યો અકસ્માત : ૬ ધાયલ

0
3925

જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર પડાણા ગામના પાટીયા પાસે પદયાત્રીઓની સેવા માટે જઈ રહેલા કારસેવકોને નડ્યો અકસ્માત

  • એક ગર્ભવતી મહિલા સહિત છ સેવાભાવી લોકો ઘાયલ થતાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૧ માર્ચ ૨૪ સૌરાષ્ટ્ર ભરમાંથી પદયાત્રીઓ દેવભૂમિ દ્વારકામાં આવેલા જગત મંદિરે ફૂલડોલ ઉત્સવમાં જઈ રહ્યા છે, ત્યારે પદયાત્રીઓની સેવા માટે પણ અનેક કેમ્પ ઉભા કરાયા છે, તો કેટલાક સેવાભાવી લોકો દ્વારા હાઇવે રોડ પર જઈને પદયાત્રીઓની સેવા કરવામાં આવે છે.જે પૈકીના એક સેવાભાવી લોકોના છ વ્યક્તિના વાહનને પડાણા નજીક અકસ્માત નડ્યો હતો, અને ઘાયલ થયા હોવાથી જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા છે.જામનગર શહેરમાં વસવાટ કરતા ત્રણ મહિલા સહિતના ૬ સેવાભાવી લોકો એક છોટા હાથીમાં રાહત સામગ્રી લઈને જામનગર થી ખંભાળીયા ધોરીમાર્ગ તરફ જઈ રહ્યા હતા. જે દરમિયાન ગઈ રાત્રે પડાણા ગામના પાટીયા પાસે તેઓના છોટા હાથીને એક ટ્રક સાથે ટકરાઈ જતાં અકસ્માત નડ્યો હતો, અને તમામ છ સેવાભાવી લોકો ઘાયલ થયા હતા. તેઓને સારવાર માટે ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.જેમાં એક ગર્ભવતી મહિલાનો પણ સમાવેશ થાય છે. જોકે તમામની હાલત સુધારા પર છે, અને મોટાભાગના ને પ્રાથમિક સારવાર આપીને રજા આપી દેવાઇ છે.