જામનગરમાં નવરાત્રી રાસ-ગરબાની હરિફાઈમાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારો અરજી કરી શકશે

0
1367

જામનગરમાં નવરાત્રી રાસ-ગરબાની હરિફાઈમાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારો અરજી કરી શકશે

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૧ સપ્ટેમ્બર ૨૩ કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જામનગર દ્વારા ચાલુ વર્ષમાં નવરાત્રીની રાસ-ગરબા હરિફાઈનું આયોજન આગામી દિવસોમાં કરવામાં આવશે. જેમાં, પ્રાચીન ગરબા, અર્વાચીન ગરબા સ્પર્ધામાં 14 થી 35 વર્ષના બહેનો તથા રાસ માટે 14 થી 40 વર્ષ સુધીના વયજૂથમાં સમાવિષ્ટ બહેનો ભાગ લઈ શકશે. ઉક્ત બંને સ્પર્ધામાં સમયગાળો 6 થી 10 મિનિટનો રહેશે.

આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક રાસ-ગરબાની મંડળીઓ નિયત નમુનાનું અરજી ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જિલ્લા સેવા સદન-4, રૂમ નં-42, પહેલો માળ, રાજપાર્ક પાસે, જામનગર ખાતેથી રૂબરૂ મેળવીને તેમાં તમામ વિગતો ભરવાની રહેશે. આ અરજી પત્રક આગામી તા.27 સપ્ટેમ્બરના બપોરના 12:00 કલાક સુધીમાં અત્રેની કચેરીને પરત મોકલવાનું રહેશે. આ અંગે, વધુ વિગતો મેળવવા માટે અત્રેની કચેરીના ફોન નં.0288-2571209 પર સંપર્ક સાધી શકાશે. તેમ, જિલ્લા યુવા વિકાસ અધિકારી એમ.આઈ.પઠાણ, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.