જામનગર માં ચાંદીપુરા વાયરસને લઈ કેબિનેટ મંત્રી અને ધારાસભ્યએ બેઠક યોજી

0
2590

જામનગર ચાંદીપુરા વાયરસ સંબંધે કેબિનેટ મંત્રીએ સમીક્ષા કરી અને 79 ના ધારાસભ્યએ મ્યું કમિશનર સાથે ની બેઠક યોજી

 દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૮ જુલાઈ ૨૪, રાજ્યના કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગૌ સંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જામનગરની ગુરુ ગોબિંદસિંહ સરકારી હોસ્પિટલ ખાતે ચાંદીપુરા વાઇરસને લઈને સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાંદીપુરા વાયરસ ગુજરાત ભરમાં હાહાકાર મચાવી રહ્યો છે, અને જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ તેની એન્ટ્રી થઈ ગઈ છે, ત્યારે જામનગર શહેરમાં તેની તકેદારી રાખવા માટે જામનગર ના ધારાસભ્ય અને કમિશનર વગેરેની તાકીદ ની બેઠક યોજાઈ છે, અને જરૂરી આરોગ્ય વિષયક પગલાં ભરવા માટે સમીક્ષા થઈ છે.જામનગર ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીની અધ્યક્ષતામાં આજે જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં તાકીદની બેઠક મળી હતી, જેમાં મહાનગરપાલિકાના કમિશનર ડી.એન.મોદી ઉપરાંત ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નીલેશભાઈ કગથરા, શાસક જૂથના નેતા આશિષભાઈ જોશી, સિનિયર કોર્પોરેટર કેશુભાઈ માડમ વગેરે ઉપસ્થિત રહ્યા હતા, અને જામનગરના શહેરી વિસ્તારમાં પણ ચાંદીપુરા ના વાયરસ સંબંધી જરૂરી આરોગ્ય વિષયક પગલાં ભરવા માટેની તાકીદ ની ચર્ચા કરી હતી.