જામનગરમાં નાઘેડી ગામના પાટીયા પાસે ટ્રાન્સપોર્ટ ની ઓફિસ ધરાવતા બે ભાઈઓની દાદાગીરી

0
3605

જામનગરમાં નાઘેડી ગામના પાટીયા પાસે ટ્રાન્સપોર્ટ ની ઓફિસ ધરાવતા બે ભાઈઓની દાદાગીરી

  • બાજુમાં જ ગેરેજ ચલાવતા દલિત યુવાન પર હુમલો કરી હડધૂત કરાયાની પોલીસ ફરિયાદ થી ભારે ચકચાર
  • અમારા ટ્રક ને સૌથી પહેલાં રીપેરીંગ કરી નહીં આપે તો દલિત યુવાનને પતાવી દેવાની ધમકી અપાઇ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧ ફેબ્રુઆરી ૨૪, જામનગર- ખંભાળિયા ધોરીમાર્ગ પર નાઘેડી ગામના પાટીયા પાસે ટ્રાન્સપોર્ટ ની ઓફિસ ધરાવતા બે બંધુઓએ પાડોશમાજ ગેરેજ ચલાવતા દલિત યુવાનને માર માર્યો હતો, અને દાદાગીરી કરી અમારા ટ્રક સૌપ્રથમ રીપેર કરવા પડશે, નહીં તો પતાવી નાખીશું તેવું કહી ઘાક ધમકી આપી સમાજમાં હલકા પાડવા માટે હડધુત કરાયાની ફરિયાદ સિક્કા પોલીસ મથકમાં નોંધાવાઇ છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક સરમત ગામમાં રહેતા અને નાઘેડી ગામના પાટીયા પાસે ગેરેજ ચલાવતા શૈલેષ ખીમજીભાઇ ભાંભી નામના ૨૩ વર્ષના દલીત યુવાને પોતાને ઝાપટો મારી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે, તેમજ પોતે દલિત જ્ઞાતિના હોવાથી અપશબ્દ ઉચ્ચારી સમજમાં હલકા પાડવા માટે હડધુત કરવા અંગે પાડોશ ટ્રાન્સપોર્ટની ઓફિસ ધરાવતા બે ટ્રાન્સપોર્ટર બંધુઓ મુળુભાઇ મેરામણભાઇ મોઢવાડિયા અને પોપટભાઈ મેરામણભાઇ મોઢવાડિયા સામે સિક્કા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપીઓની ટ્રાન્સપોર્ટ ની ઓફિસ મારફતે આવેલા ટ્રકને તાત્કાલિક રીપેર કરી દેવા માટેનો આગ્રહ રાખ્યો હતો. જેથી પાડોશી ગેરેજ સંચાલકે ના પાડતાં અમારા ટ્રક સૌથી પહેલાં જ રીપેર કરવા પડશે, તેમ કહી ધાકધમકી આપી હતી, અને ઢોર માર માર્યો હતો. ઉપરાંત હડધુત કરાયો હતો. જેથી સિક્કા પોલીસે હુમલા અંગેની કલમો તેમજ એસ્ટ્રોસિટી એકટ ની IPC કલમ-૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા એટ્રોસીટી એકટની કલમ-૩(૨)(૫-એ),૩(૧)(આર)(એસ) મુજબ ગુન્હો નોંધ્યો છે, અને આરોપીઓની ધરપકડ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે.